નર્મદા ડેમના 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલાયા, ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 30 ફૂટે પહોંચી, 250 લોકોનું સ્થળાંતર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-10 13:22:22
  • Views : 930
  • Modified Date : 2019-09-10 13:22:22

નર્મદા ડેમમાંથી છોડવામાં આવી રહેલા 6.5 લાખ ક્યૂસેક પાણીને કારણે ભરૂચ ખાતે ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની સપાટી 30 ફૂટે પહોંચી ગઇ છે. જેને પગલે નર્મદા નદી કાંઠા અને આલિયાબેટ પરથી અત્યાર સુધીમાં 250 જેટલા લોકોનું અત્યાર સુધી સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને તંત્ર દ્વારા કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા ડેમમાં 23 દરવાજા 4.1 મીટર સુધી ખોલાયામધ્યપ્રદેશના ઇન્દિરાસાગર ડેમના 12 ગેટ અને ઓમકારેશ્વર ડેમના 16 ગેટ ખોલાયા છે. જેથી નર્મદા ડેમમાં 7.12 લાખ ક્યૂસેક પાણીની આવક થઇ રહી છે. અને નર્મદા ડેમના 23 દરવાજા પહેલીવાર 4.1 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. અને ડેમમાંથી 6.5 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેને પગલે નર્મદા નદી બે કાંઠે વહી રહી છે. સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હાલ 136.43 મીટર ઉપર પહોંચી ગઇ છે. અને નર્મદા નદીના કાંઠા વિસ્તારના 40થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. નર્મદા ડેમમાં હાલ 5,045 mcm લાઈવ સ્ટોરેજ પાણી નો જથ્થો ઉપલબ્ધ છે.વર્ષો પછી ભરૂચના ફુરજા બંદરે નર્મદા નદીના પાણી ઘૂસ્યાનર્મદા નદીનું જળસ્તર વધતા ભરૂચ આસપાસના વિસ્તારમાં જનજીવન પ્રભાવિત થયું છે અને ઘણા વર્ષો પછી ભરૂચના ફુરજા બંદરમાં નર્મદા નદીના પાણી ઘૂસી ગયા છે.

Download Our B K News Today App



Related News