નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, પ્રથમ વાર 127 મીટરને પાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-06 12:59:09
  • Views : 643
  • Modified Date : 2019-08-06 12:59:09

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે CHPHના ટર્બાઈન શરૂ કરી દેવામાં આવ્યા છે. તો કેનાલમાં પણ 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો હજુ પણ જળસપાટી વધે તો ડેમના દરવાજા પણ ખોલવામાં આવી શકે છે.છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદામાં ભારે વરસાદ થતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 127.36 મીટરે પહોંચી છે. હાલમાં ડેમમાં 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી કેનાલમાં 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

જ્યારે પંચમહાલમાં સતત ભારે વરસાદના કારણે પાનમ ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદ થતા ડેમમાં 3 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે હવે ડેમની જળસપાટી વધીને 122.55 મીટરે પહોંચી છે. તો બીજી તરફ દેવડેમમાં પણ પાણીની આવક થઈ છે. દેવ ડેમની જળસપાટી વધીને 88.07 મીટરે થઈ છે.

Download Our B K News Today App



Related News