મા નર્મદા છલકાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 13:05:34
  • Views : 1303
  • Modified Date : 2019-08-09 13:24:39

ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટી પહેલીવાર 131.20 મીટરે પહોંચ્યા બાદ મોડી રાતે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. નર્મદા ડેમના 25 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલવામાં આવ્યા છે. હાલ ડેમની સપાટી 131.16 મીટર છે અને ડેમમાં હાલ 6,23,635 ક્યુસેક પાણીની આવક થઈ  છે. જ્યારે 50,070 ક્યુસેક પાણીની જાવક થઈ છે. નર્મદા ડેમના દરવાજા ખોલતાં 1200 મેગાવોટની ક્ષમતાએ વીજળીનું ઉત્પાદન થયું છે. જ્યારે 14 હજાર ક્યૂસેક પાણી હાલ કેનાલમાં છોડવામાં આવ્યું છે. નર્મદામાં પૂર આવે ત્યારે ગુજરાતની તમામ નદીઓનો ઉપયોગ ગ્રીડ તરીકે કરવાનું સ્વપ્ન હતું કે સાકાર થતું જોવા મળી રહ્યું છે. 25 દરવાજા ખોલતાં નર્મદાનું 1400 ક્યૂસેક પાણી હાલ મહી નદીમાં છોડવામાં આવ્યું છે. જ્યારે 300 ક્યૂસેક પાણી સાબરમતી નદીમાં છોડાયું છે. નર્મદાનું પાણી આગળ વધીને મહેસાણા જિલ્લામાં ખારી અને રૂપેણમાં જ્યારે બનાસકાંઠાની બનાસ નદી સુધી પણ પહોંચાડવાનું આયોજન સરકાર કરી રહી છે. જ્યારે સૌરાષ્ટ્ર માટે સૌની યોજનાથી મા નર્મદાનું પાણી અપાશે. આ સાથે કચ્છને પણ તરસ્યું નહીં છોડાય. સૌની યોજનાને નર્મદાનું પાણી પાઈપલાઈનની મદદથી પંપિંગ સ્ટેશનથી મળશે. નર્મદા ડેમના દરવાજા ખોલતાં ગુજરાતની જનતા દાયકાઓથી જે યોજનાની સફળતાની અપેક્ષા રાખતી હતી તે પૂર્ણ થઈ છે. 60 હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરીને જેની શરૂઆત કરી હતી તે યોજના આજે સાકાર થઈ છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં CM રૂપાણી અને ડેપ્યુટી સીએમ નીતિન પટેલે ડેમની મુલાકાત લીધી હતી.

Download Our B K News Today App



Related News