નર્મદા ડેમના દરવાજા ખોલી નખાયા !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-06 14:40:30
  • Views : 559
  • Modified Date : 2019-05-06 14:40:30

ચોમાસાં પહેલા નર્મદા ડેમ ભરવાનું કાઉન્ટ ડાઉન શરૂ કરવામાં આવ્યું આવ્યું છે. નર્મદા ડેમને ભરી શકાય તે માટે ડેમના દરવાજાને સર્વિસિંગ માટે હાલ પુરતા ઉંચા કરવામાં આવ્યા છે. હાલ ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી આજે 119 મીટર કરતાં પણ વધારે છે.સરદાર સરોવરમાં પાણીનું લાઈવ સ્ટોરેજ 1150 મિલિયન કયુબિક મીટર જેટલું છે અને જરૂરિયાત પ્રમાણે જે પાણી છે તેને મુખ્ય કેનાલ મારફતે રાજ્યભરમાં મોકલવામાં આવી રહ્યું છે.ત્યારે સરદાર સરોવર નર્મદા ડેમને 2017માં ગેટને બંધ કર્યા બાદ નર્મદા ડેમને પૂર્ણ ક્ષમતાથી ભરી શકાયો નથી. જેનું મુખ્ય કારણ એ હતું કે ચોમાસું નબળું રહેતું હતું જેના કારણે નર્મદા ડેમને પુરેપુરો ભરી શકાયો ન હતો.પરંતુ આ વર્ષે નર્મદા ડેમની જળ સપાટી ગત વર્ષ કરતા 15 મીટર કરતાં વધારે ભરી શકાય તેવી શક્યતાને લઈને હાલમાં અત્યારથી જ નર્મદા ડેમના ગેટને ધીરે ખોલીને તેમાં તેનું કામ શરૂ કરી દેવામાં આવી છે.ઉનાળાની સિઝનમાં રાજ્યભરમાં જળસંકટ ઉભુ થતું હોય છે, અને તમામને પાણી પહોંચાડવાના ચક્કરમાં નર્મદા સરોડવર ડેમની સપાટી નીચે જતી હોય છે.

Download Our B K News Today App



Related News