થરાદની નર્મદા કેનાલમાં એસટી બસના ડ્રાયવરની મોતની છલાંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-14 11:13:57
  • Views : 579
  • Modified Date : 2020-07-14 11:13:57

 થરાદ-વાવ હાઇવે પર આવેલા દૂધ શીત કેન્દ્ર નજીકથી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમાં વાવના યુવક અને એસટી ડ્રાઈવરે મોતની છલાંગ લગાવી હતી. જો કે યુવકે આત્મહત્યા કરતા પહેલા વિડીયો ઉતારી પત્ની, સાસરીયાઓ અને હેતલ નામની યુવતિના ત્રાસથી આત્મહત્યા કરતો કહેતાં પંથકમાં ચકચાર મચી છે. પાલિકાના તરવૈયાઓએ કેનાલમાં શોધખોળ કરી મૃતકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.વાવના પ્લોટ વિસ્તારમાં રહેતા અને થરાદ એસટી ડેપોમાં બસ ડ્રાયવર તરીકે ફરજ બજાવી પરીવારનું ગુજરાન ચલાવતા નાગજીભાઈ બાબુભાઈ પંડ્યા (ઉં.વ.આશરે 35) સોમવારે થરાદ વાવ હાઇવે પર આવેલા દૂધ શિત કેન્દ્ર નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલમા મોતની છલાંગ લગાવી હતી. જો કે ઘટનાની જાણ થતા કેનાલ નજીક લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. સ્થાનિક પાલિકાની ટીમને જાણ કરાતા તરવૈયાઓએ કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યો હતો. જો કે યુવકના મોતને પગલે યુવકનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં યુવક કહી રહ્યો છે કે અગાઉ તેના સાસરીયાઓ યુવકને હેરાન કરી યુવકના પરીવાર પર ખોટી ફરિયાદો કરી હતી. જો કે મૃતકની પત્ની, સાસરીયાઓ સહિત હેતલ નામની યુવતીના ત્રાસથી આત્મહત્યા કરતો હોવાનું ઉચ્ચાર્યું હતું.

Download Our B K News Today App



Related News