મોટાભાઈના મોતના ત્રીજા દિવસે નરેશ કનોડિયાનું કોરોનાને કારણે નિધન, પરિવારને પાર્થિવ દેહ સોંપાશે, સંગીત બેલડીની એક જ અઠવાડિયામાં વિદાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-27 12:29:52
  • Views : 536
  • Modified Date : 2020-10-27 12:29:52

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મોત થયું છે. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું છે. નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારને પાર્થિવ દેહ સોંપાશે. પરિવારજનો તેમના પાર્થિવ દેહને ઘરે લઈ જવાની કાર્યવાહી કરી રહ્યા છે. ગાંધીનગર સ્થિતિ તેમના નિવાસે સગાસંબંધી અને ચાહકો પહોંચી ગયા છે. નરેશ કનોડિયાના પાર્થિવ દેહને ગાંધીનગર સેક્ટર 30 સ્થિત સ્મશાન ગૃહ ખાતે લઇ જવાશે અને ત્યાં તેમના અંતિમ સંસ્કાર થશે. ગઈ 20 ઓક્ટોબરે તેમને કોરોના થયો હતો અને 22મીએ અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.ગુજરાતી ફિલ્મના સંગીતકાર અને પાટણના પૂર્વ લોકસભા સાંસદ મહેશ કુમારનું 25મીએ લાંબી માંદગી બાદ 83 વર્ષની વયે ગાંધીનગર ખાતે નિધન થયું હતું. મહેશ-નરેશ નામે મ્યુઝિકલ કાર્યક્રમો દેશ અને વિદેશમાં આપ્યા હતા.એક ઇન્ટરવ્યુમાં નરેશ કનોડિયાએ કહ્યું હતું કે અમે ભલે અલગ અલગ સમયે જન્મ્યા હોઇએ, પણ અમે એકબીજાથી એટલા જોડાયેલા છીએ કે મહેશભાઇને શરદી થાય તો મને પણ થાય. તેમનું ગળું ખરાબ થાય તો મારું પણ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મજગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલિ પાઠવી છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલચિત્રજગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોકમાનસમાં એક આગવું સ્થાન મેળવેલું, તેમનું સ્મરણ કરતાં કહ્યું છે કે તેમનું આ યોગદાન ગુજરાતી ચલચિત્રજગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. રૂપાણીએ દિવંગત આત્માની પરમશાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે.થાય. અમે ક્યારેય અલગ રહી જ ના શકીએ. નરેશ કનોડિયાએ ઈન્ટરવ્યુ કહ્યા મુજબ જ આજે વિદાય પણ લગભગ તેમના મોટાભાઈના નિધનના ત્રીજા દિવસે થઈ છે.આ પહેલાં દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગ...તારો બાપ ભગાડે’ ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું. જોકે આખરે કોરોનાને કારણે જ તેમનું નિધન થયું હતું.20 ઓક્ટોબરે નરેશ કનોડિયાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ત્યાર બાદ 22 ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા. એ જ દિવસે ગુજ્જુ સુપરસ્ટારની તબિયતને લઈ તેમના દીકરા અને ઈડરના ધારાસભ્ય એવા હિતુ કનોડિયા પણ પિતાનો એક ફોટો પોસ્ટ કરી પ્રાર્થના કરવા અપીલ કરી હતી. હોસ્પિટલની તસવીર સામે આવ્યા બાદ કેટલાક ટીખળખોરોએ                           તેમના મોતની અફવા ફેલાવી હતી. તેમાં પણ કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ તો ભાંગરો વાટ્યો હતો. નરેશ કનોડિયાના દીકરા હિતુએ ફેસબુક પર તેમના પિતા સ્ટેબલ હોવાનો વિડિયો મૂક્યાની 45 મિનિટ બાદ રૂપાલાએ ટ્વીટ કરી નરેશ કનોડિયાને શ્રદ્ધાંજલિ આપી હતી. જોકે બાદમાં ભૂલ સમજાતાં તેમણે ટ્વીટ ડિલિટ માર્યું હતું.નરેશ કનોડિયાનો જન્મ 20 ઓગસ્ટ 1943ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં થયો હતો. નરેશ કનોડિયાએ ફિલ્મ 'વેલીને આવ્યા ફૂલ'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મ્સમાં સાથે કામ કર્યું હતું. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં છે. તેમને એક પુત્ર હિતુ કનોડિયા છે. હિતુ કનોડિયા પણ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝનો સ્ટાર છે. હિતુએ ગુજરાતી એક્ટ્રેસ મોના થીબા સાથે લગ્ન કર્યા છે. બંનેને એક દીકરો રાજવીર છે. નરેશ કનોડિયા પરિવાર સાથે ગાંધીનગરમાં રહેતા હતા. તેમની સાથે જ મહેશ કનોડિયા પણ રહેતા હતા.નરેશ કનોડિયાએ અત્યારસુધીમાં 125થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે હિરણને કાંઠે, મેરૂ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમાં, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાજ પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી હતી.વર્ષ 2014માં પણ નરેશ કનોડિયાનું અવસાન થયું હોવાના સમાચાર વ્હોટ્સએપ પર ફરતા થયા હતા. ત્યાર બાદ આ સમાચાર ગાંધીનગર ખાતે રહેતા નરેશ કનોડિયાને મળતાં તેમણે કહ્યું હતું કે હું નરેશ કનોડિયા જીવતો તમારી સામે છું. મારે હજી તો ઘણી ફિલ્મો કરવી છે, લોકોને પણ ખુશ કરવા છે તેમજ તેમણે ટીખળખોર સામે સાઇબર ક્રાઇમ હેઠળ સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતીનરેશ કનોડિયાના મોત અંગેની અફવા એટલી તો ઝડપથી ફેલાઈ કે વિકિપીડિયામાં પણ એનું અપડેટ આવી ગયું હતું. નરેશ કનોડિયાની વિકિ પ્રોફાઈલમાં તેમના અવસાનની તારીખ 23 ઓક્ટોબર, 2020 બતાવતી હતી. જોકે બાદમાં સત્યનું ભાન થતાં આ તારીખ હટાવવામાં આવી હતી. .

Download Our B K News Today App



Related News