બહરીનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનાથજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-25 12:50:27
  • Views : 479
  • Modified Date : 2019-08-25 12:50:27

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત(યુએઈ)ના પ્રવાસ દરમિયાન શનિવારે બહરીન પહોંચ્યા હતા. આજે તેમણે શ્રીનાથજી મંદિરમાં દર્શન અને પૂજા-અર્ચના પણ કર્યા છે. તેમણે શનિવારે ક્રાઉન પ્રિન્સ સલમાન બિન હમાદ બિન ઈસ અલ ખલીફ સાથે મુલાકાત કરી હતી. ‘ક્રાઉન પ્રિન્સે તેમને ધ કિંગ હમાદ ઓર્ડર ઓફ ધ રેનેસા’થી સમ્માનિત કર્યા હતા. બંને નેતાઓની વચ્ચે ભારત અને બહરીનની દોસ્તી, વ્યાપારિક સંબધો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાનને લઈને ચર્ચા થઈ હતી. વિદેશ મંત્રાલયના સેક્રેટરી રવીશ કુમારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. મોદી બહરીનનો પ્રવાસ કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન છે.મોદી શનિવારે રાતે બહરીન પહોંચ્યા હતાવડાપ્રધાન મોદી તેમના ત્રણ દેશો ફ્રાન્સ, યુએઈ અને બહરીનના પ્રવાસના ત્રીજા તબક્કામાં શનિવારે રાતે અહીં પહોંચ્યા હતા. અગાઉ તે યુએઈમાં હતા. અહી તેમણે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ, શેખ મોહમ્મદ બિન જાયદ સાથે મુલાકાત કરી હતી. બંને દેશોની વચ્ચે વેપાર અને સાંસ્કૃતિક સબંધોમાં સુધારના ઉપાયો પર ચર્ચા થઈ હતી.બહરીનમાં મોદીનું સેરેમોનિયલ વેલકમબહરીનના વડાપ્રધાન પ્રિન્સ ખલીફા બિન સલમાન અલ ખલીફા એરપોર્ટ પર મોદીને લેવા માટે પહોંચ્યા હતા. બાદમાં અલ-ગુદાઈબિયા પેલેસમાં મોદીનું સેરેમોનિયલ વેલકમ કરવામાં આવ્યું હતું. અગાઉ યુએઈથી રવાના થવાના સમયે ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ પોતે મોદીને મૂકવા પણ ગયા હતા. મોદી બહરીનમાં રવિવારે શ્રીનાથજી મંદિરના પુર્નઃનિર્માણ કાર્યોને પણ જોશે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજીત ડોવાલ પણ પ્રવાસમાં મોદીની સાથે છે.મોદીને યુએઈના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાયુએઈમાં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન જાએદ અલ નાહ્યંએ તેમને દેશના સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ જાએદથી સન્માનિત કર્યા. મોદીને ઓર્ડર ઓફ જાએદથી સન્માનિત કરવાની જાહેરાત આ વર્ષે એપ્રિલમાં થઈ હતી. તેનો હેતું ભારત અને યુએઈની વચ્ચેના દ્વિપક્ષીય સબંધોને મજબૂત કરવાનો છે.

Download Our B K News Today App



Related News