સુરત માંથી નાર્કોટીક્સના ગુનાના આરોપીને દબોચી લીધો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-06 19:26:25
  • Views : 226
  • Modified Date : 2024-09-06 19:26:25

સુરત પોલીસ કમિશ્નર  અનુપમસિંહ ગહલૌત સુરત શહેર ના દ્વારા "No Drugs In Surat City" અભિયાન અંતર્ગત નાર્કોટીક્સની પ્રવૃતિ કરતા ઈસમો વિરૂધ્ધ કેસો કરવા તેમજ નાર્કોટીક્સના ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે આપેલ સુચના અનુસાર સંયુક્ત પોલીસ કમિશ્નર રાઘવેન્દ્ર વત્સ ક્રાઈમ, નાયબ પો.કમિ. શ્રી.રાજદિપસિંહ નકુમ એસ.ઓ.જી, સુરત શહેર ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. દ્વારા નીચે મુજબની કામગીરી કરવામા આવી હતી  એસ.ઓ.જી., પોલીસ ઇન્સ્પેક્ટરના સુરત શહેર તથા આસપાસના જિલ્લાઓના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલ નાર્કોટીક્સના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડવા એસ.ઓ.જી. ટીમના માણસોને સુચના આપવામાં આવી હતી  સુરત શહેર એસ.ઓ.જી.ના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ASI જલુભાઇ મગનભાઇ તથા HC રામજીભાઇ મોહનભાઇ નાઓને મળેલ બાતમી આધારે એચ-૦૧ કોસાડ આવાસ અમરોલીના ગેટ પાસેથી આરોપી મનોજ ઉર્ફે બાયા બીનાયક મહાણા ઉ.વ.૨૩ રહે.કોદલા થાના કોદલા પોસ્ટ કોદલા જી.ગંજામ (ઓડીશા) વાળાને દબોચી લીધો હતો

Download Our B K News Today App



Related News