ધો.૧૦ માં ગણિતનું પેપર અઘરૂ પૂછાતા ભારે નારાજગી ઃ આ વર્ષે વધુ નાપાસ થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-18 15:26:30
  • Views : 460
  • Modified Date : 2020-03-18 15:26:30

ધો.૧૦ માં ગણિતનું પેપર અઘરૂ પૂછાતા ભારે નારાજગી ઃ આ વર્ષે વધુ નાપાસ થશે

ધો. ૧૦ અને ૧૨ સા.પ્ર. અને ૧૨ સાયન્સની આજની બોર્ડ પરીક્ષામાં ધો.૧૦નું પેપર એકંદરે ઘણુ અઘરૂ રહ્યુ હોવાની વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોમાં ફરિયાદ ઉઠી છે. આ વર્ષે એનસીઈઆરટી આધારીત અને નવી પેપર સ્ટાઈલ મુજબનું પ્રથમવાર પેપર છતા પેપર અઘરૂ કાઢવામાં આવ્યુ હોઈ અને જેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલી પડી હોઈ આ વર્ષે ગત વર્ષથી વધુ વિદ્યાર્થીઓ નાપાસ થશે. જ્યારે બી ગ્રુપના વિદ્યાર્થીઓ માટેનું બાયોલોજીનું પેપર એકંદરે ઘણું સરળ વિદ્યાર્થીઓ ખુશ થયા હતા.બોર્ડ દ્વારા ૫૦ માર્કસના એમસીકયુ રદ કરાયા બાદ નવી પેપર સ્ટાઈલ મુજબ ૮૦ માર્કસના પ્રશ્નપત્રો સાથે અને સમગ્ર રાજ્યમાં સંપૂર્ણ એનસીઈઆરટી કોર્સ આધારીત પ્રથમવાર ધો.૧૦ પરીક્ષા લેવાઈ રહી છે. ત્યારે ગણિતનું આજુનું પેપર ઘણું અઘરૂ હોવાની ફરિયાદ ઉઠી છે. ધો.૧૦ માં પ્રથમ ભાષાના વિષયોનું અને વિજ્ઞાન સહિતની પ્રથમ બે પેપરની પરીક્ષા બાદ આજે ત્રીજુ પેપર અઘરૂ રહેતા વિદ્યાર્થીઓ ભારે નિરાશ થયા હતા. ગણિતના શિક્ષક પ્રણવ રાજપૂતે જણાવ્યું કે ગણિતનું આજનું પેપર નબળા અને સામાન્ય વિદ્યાર્થીઓને ખુબ જ મુઝવે તેવુ હતું. નવા કોર્સ અને નવી પેપર સ્ટાઈલ લાગુ થયા બાદ પ્રથમ વર્ષે જ ઘણિત વિષયનું પેપર ખુબ જ અઘરૂ રહેતા વિદ્યાર્થીઓના કુલ પરિણામ પર ગંભીર અસર થશે અને આ વર્ષે વધુ વિદ્યાર્થીઓ નાપાસ થશે. આજના પેપરમાં મોટા ભાગના દાખલાઓ પાઠયપુસ્તકની રીત આધારીત હતા. પરંતુ રકમ બદલીને પુછાયા હોવાથી વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. વિભાગ ડીમાં પાયથાગોરસનો પ્રમય પણ ફેરવીને પુછાયો હતો.


Download Our B K News Today App



Related News