તરછોડાયેલી બાળકી માટે ‘લેટ્સ પ્રે ફોર અંબે’ હોસ્પિટલની બહાર દુઆ માટે સાઇન બોર્ડ, લોકો સહી કરી દુઆ માંગે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-06 14:57:39
  • Views : 432
  • Modified Date : 2020-03-06 14:57:39

રાજકોટના ઠેબચડા ગામે નવજાત બાળકીને તીક્ષ્ણ હથિયારોથી ઘા મારી તરછોડી દેવાનું હીન કૃત્યું બન્યું છે. આ બાળકી હાલ અમૃતા હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે તેમજ પોલીસ કમિશનરે તેને અંબે નામ આપ્યું છે. સમગ્ર શહેર બાળકી સાજી થઈ જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યું છે. તેવામાં હોસ્પિટલના CEO ડો.મનિષા પટેલને એક ઉમદા વિચાર આવ્યો હતો. તેમણે બાળકીના ફોટાવાળું એક સફેદ બોર્ડ હોસ્પિટલની બહાર લગાવ્યું છે. જેમાં અંબે માટે પ્રાર્થના કરીએ (લેટ્સ પ્રે ફોર અંબે) લખાવ્યું હતું. એક દિવસથી મુકેલા બોર્ડમાં માત્ર થોડા કલાકમાં લોકોએ પોતાની પ્રાર્થનાઓ અને દુઆઓ બોર્ડમાં લખીને બાળકીના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યક્ત કરી હતી.અંબેને રોજ અપાતા દૂધની માત્રા વધારાઈ આજે લોહીની ગાંઠનો રિપોર્ટ કરાશે: તબીબડો. રાકેશ પટેલના જણાવ્યા અનુસાર ઘણા લોકો આવીને બોર્ડ જુએ છે અને ત્યારબાદ બાળકીના ખબર અંતર પૂછીને તેને જોવાની ઈચ્છા વ્યક્ત કરે છે. જો કે અંબે NICUમાં હોવાથી કોઈને ત્યાં લઈ જઈ શકાય તેમ નથી તેથી ખબર પૂછવા આવેલા લોકોને હાલત સ્થિર હોવાનું કહી આશ્વાસન આપવામાં આવે છે. અંબેના સ્વાસ્થ્ય વિશે જણાવ્યું હતું કે, બુધવારથી તેને દૂધ આપવાનું ચાલુ કરાયું હતું હવે તેની પાચનક્રિયા સક્રિય થઈ હોવાથી દૂધની માત્રા વધારી છે. દિવસ દરમિયાન 75 મીલી જેટલું દૂધ અપાય છે. જે તેની જરૂરિયાતના 20 ટકા છે. હાલ તેના અઢી કિલોના વજન મુજબ રોજના 350 મીલી દૂધ આપવું પડે પણ તેમાં ધીરે ધીરે વધારો કરાઈ રહ્યો છે. ઈન્ફેક્શનને કારણે બાળકીને પગની નસમાં ગાંઠ થઈ હતી તેનો રિપોર્ટ આજે આવશે. સિવિલ હોસ્પિટલમાં બાળકીને લવાઈ ત્યારે હાલત ગંભીર હતી. બાળકીનો જીવ જોખમમાં હોવાથી જ્યાં સુધી સ્વાસ્થ્ય

સ્થિર ન થાય ત્યાં સુધી સિવિલમાં જ સારવાર કરાઈ હતી. બાદમાં ઝડપી રિકવરી માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.

Download Our B K News Today App



Related News