ગુજરાતમાં કોલ્ડવેવની Âસ્થતિ યથાવત રહી ઃ નલિયામાં ૫.૪

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-21 15:47:56
  • Views : 465
  • Modified Date : 2020-01-21 15:47:56

ગુજરાતમાં ઠંડીનો ચમકારો હજુ પણ અનુભવાઈ રહ્યો છે. કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી ન હોવા છતાં સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં કોલ્ડવેવની Âસ્થતિ પ્રવર્તી રહી છે.  નલિયા સૌથી વધારે ઠંડું રહ્યું હતું. અહીં લઘુત્તમ તાપમાન ૫.૪ રહ્યું હતું જ્યારે ડિસામાં લઘુત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી રહ્યું હતું. ભુજમાં ૯ ડિગ્રી પારો રહ્યો હતો. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી અને ધુમ્મસની Âસ્થતિ પ્રવર્તી રહી છે. હજુ ઠંડીનો ચમકારો જાવા મળી શકે છે. અલબત્ત લઘુત્તમ તાપમાનમાં વધારો થઇ શકે છે.  અમદાવાદમાં પારો વધીને ૧૩ સુધી પહોંચી શકે છે. તાપમાન ઉંચુ હોવા છતાં ઠંડીનો ચમકારો દેશના અન્ય ભાગોની જેમ જ ગુજરાતમાં પણ અનુભવાઈ રહ્યો છે. હિમાચલપ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષાની સીધી અસર જાવા મળી રહી છે. પહાડી વિસ્તારોમાં ચારેબાજુ બરફની ચાદર છવાયેલી છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે ત્રણ દિવસ  દરમિયાન લઘુત્તમ તાપમાનમાં વધારે ફેરફાર થનાર નથી. હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષાના પરિણામ સ્વરુપે તેની અસર અમદાવાદ શહેરમાં પણ જાવા મળે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં કમોસમી વરસાદના લીધે ખેડુતોને જીરૂ અને શિયાળા પાકને ભારે નુકસાન થયું છે. આ પ્રકારના કમોસમી વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો થયો છે. એકબાજુ કમોસમી વરસાદ અને બીજી બાજુ તીડના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં ખેડૂતોને નુકસાન થયું છે. અમદાવાદમાં આજે લઘુત્તમ તાપમાન ૧૧.૭ ડિગ્રી રહ્યું હતું. અમદાવાદ શહેરમાં  વહેલીસવારથી જ ઠંડા પવનો ફુંકાયા હતા. હવામાન વિભાગ તરફથી વરસાદની કોઇ આગાહી નથી પરંતુ તાપમાન ઘટશે.અમદાવાદમાં આવતીકાલે લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રીની આસપાસ રહી શકે છે. વાદળછાયુ વાતાવરણ રહ્યું હતું. સુરત અને અન્ય કેટલાક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય જાવા મળ્યું છે. નલિયામાં છેલ્લા કેટલાક દિવસથી લઘુત્તમ તાપમાન સૌથી નીચુ નોંધાઈ રહ્યું છે જેથી જનજીવન પર અસર થઇ રહી છે. ગુજરાતના કેટલાક ભાગોમાં દિવસે પણ પારો ૧૦થી નીચે રહ્યો હતો જેમાં ડિસા અને નલિયા ઉપરાંત ભુજનો સમાવેશ થાય છે. સૌથી ઠંડી આ વિસ્તારોમાં નોંધાઈ રહી છે. કંડલા ખાતે પણ પારો ૧૦થી નીચે નોંધાયો છે.


Download Our B K News Today App



Related News