બનાવટી તબીબ બની રહેતા ભાડુઆતે માલિકને રૂ.50 હજારનો ચુનો ચોપડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-28 11:29:18
  • Views : 352
  • Modified Date : 2020-07-28 11:29:18

  વાવના ધરાધરા ગામે બનાવટી તબીબ બની આવેલો ભાડીયાત લોકોને ખાનગી ટ્રસ્ટ પાસેથી સહાય અપાવવાના બહાને છેતરપિંડી કરી પૈસા પડાવતો હતો. જો કે ભેજબાજે મકાન માલીકને પણ સહાય અપાવવાનું કહી રૂ.50 હજારનો ચુનો ચોપડતા મકાન માલિકે વાવ પોલીસે મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સે ઝડપી પૂછતાછ કરી તો તેણે 15 જેટલા લોકો પાસેથી રૂ.10.40 લાખની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું હતું. વાવ તાલુકાના ધરાધરા ગામે રહેતા જગાભાઇ ભેમાભાઇ લુહારના મકાનમાં તબીબ પોતાનું જયેશ પટેલનું બનાવટી નામ ઉભું કરી મકાનમાં દવાખાનું ખોલ્યું હતું.જો કે થોડા જ સમયમા મકાન માલિક જગાભાઈ ભેમાભાઈ લુહારને શખ્સે વિશ્વાસમાં લઈ દસ લાખની સહાય અપાવવાની લાલચ આપી રૂ. 2.50 લાખ ભરવા પડશેનું કહી રૂ.50 હજાર લઇ ગયો અને પરત ન ફરતા મકાન માલીક જગાભાઈ લુહારે તેના વિરુદ્ધ વાવ પોલીસ મથકે ફરિયાદ નોધાવતા વાવ પોલીસે તપાસ હાથ ધરતા બનાવટી તબીબ જયેશ પટેલનું સાચું નામ જીતેન્દ્રપુરી બાબુપુરી સ્વામી(રહે.રખિયાણા,તા.માંડલ,જી.અમદાવાદ) હોવાનું ખુલતા વાવ પોલીસે શખ્સ સામે ગુન્હો નોંધી રખિયાણા, તા.માંડલ,જી.અમદાવાદ મહાદેવના મંદિરમાં જાણવા મળતા પોલીસ ત્યાં પહોંચી દબોચી લઈ તેની પુછપરછ કરતા પ્રાથમિક પૂછપરછમાં તેણે 15 લોકો પાસેથી સહાય અપાવવાના બહાને રૂપિયા 10,40,000 પડાવ્યા હોવાનું કબુલતા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કોને-કોને કેટલા છેતર્યા
- પ્રવીણભાઈ ઠાકોર(રહે મોચીવાડીયા,તા.બાલાશિનોર)(ત્રણ વર્ષ અગાઉ રૂ.80,000)
- સનાભાઈ (રહે.જાલપુરા,તા.વિરમગામ,જી.અમદાવાદ)(ચાર વર્ષ અગાઉ રૂ.90,000)
- અમથાલાલ પંચાલ (રહે.વોઢા.થરા,તા.કાંકરેજ)(12 માસ અગાઉ રૂ.2 લાખ)
- જયંતીભાઈ ઠાકોર(રહે.રણમલપુરા,તા.વિરમગામ,જી.અમદાવાદ)(બે વર્ષ અગાઉ રૂ. 20,000)
- કેસાજી ઠાકોર(રહે.ધઢેસણા,તા.દેત્રોજ,જી.મહેસાણા)(ત્રણ વર્ષ અગાઉ રૂ.25,000)
- રસિકભાઈ પટેલ(રહે.સેદરાણા,તા.કડી,જી.મહેસાણા)(12 માસ અગાઉ રૂ.50,000)
- શંકર ભગવાનના મંદિરનો પૂજારી (રહે.ડાલડી,તા.સાંતલપુર,જી પાટણ)(12 માસ અગાઉ રૂ.50,000)
- વજુભાઇ પટેલ(રહે.ગેજેરા,તા.ધ્રાગધ્રા,જી.સુરેન્દ્રનગર)(બે દિવસ અગાઉ રૂ.2 લાખ પ્લોટના આપવાના બહાને લીધા)
- દિગ્વિજયસિંહ ઝાલા(રહે. જીવા,તા.ધ્રાગધ્રા,જી.સુરેન્દ્રનગર)(બે વર્ષ અગાઉ રૂ.1.50 લાખ)
- દૂધની છોટા હાથી ઝાલા પાસેથી (ત્રણ વર્ષ અગાઉ રૂ.30,000)
- વસંતભાઈ પટેલ (રહે.સાદવારા,તા.સામખીયાળી,જી.કચ્છ) (આઠ માસ અગાઉ રૂ.20,000)
- વિરમભાઈ રબારી (રહે.વેલોડા,પાટણ)(અઢી વર્ષ અગાઉ રૂ.20,000)
- જગાભાઈ પંચાલ (રહે.ધરાધરા,તા.વાવ,જી.બનાસકાંઠા)(એક માસ અગાઉ રૂ.50,000)
- યુવરાજસિંહ રાણા(રહે.વરસાણી,તા.લખતર,જી.સુરેન્દ્રનગર)(ત્રણ વર્ષ અગાઉ રૂ.50,000)
- ધનજીભાઈ (રહે.વરસાણી,તા.લખતર,જી.સુરેન્દ્રનગર)(ત્રણેક વર્ષ અગાઉ રૂ.5000 )
આમ 15 લોકો પાસેથી કુલ રૂપિયા 10,40,000 લીધા

Download Our B K News Today App



Related News