લગ્નના પહેલા જ દિવસે સાસરે આવેલી દુલ્હનનો હંગામો, ચુડા કાઢીને ફેંક્યા, જોરથી બૂમ પાડીને બોલી- ડ્રગ્સ જોઇએ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-14 11:28:32
  • Views : 708
  • Modified Date : 2020-03-14 11:28:32

પંજાબ કઇ હદે નશાખોરીમાં સપડાયું છે તેનું ખોફનાક ઉદાહરણ ફિરોજપુરમાં જોવા મળ્યું. એક યુવકના પરિવારજનોએ ધામધૂમથી તેના લગ્ન કર્યા, યુવકે પણ લગ્નજીવનને લઇને ઘણા સપનાં જોયા હતા પણ લગ્નના પહેલા જ દિવસે તેના સપનાં ચકનાચૂર થઇ ગયા. પરણીને સાસરે આવેલી દુલ્હને પહેલા દિવસે જ ડ્રગ્સનો નશો કરવા મુદ્દે હંગામો મચાવ્યો. ચુડા કાઢીને ફેંકી દીધા અને બૂમો પાડવા લાગી. આ જોઇને તેના સાસુ-સસરા ડરી ગયા અને તત્કાળ તેને નશામુક્તિ કેન્દ્ર ખાતે લઇ ગયા. ત્યાં તેની સારવાર કરાવ્યા બાદ તેમણે ડૉક્ટરને કહ્યું કે આ યુવતી નશો કરે છે તેવું લેખિતમાં આપો, જેથી તેઓ દીકરાના લગ્ન તોડી શકે. જોકે, ડૉક્ટરે ઘણું સમજાવ્યા બાદ તેઓ પુત્રવધૂની સારવાર કરાવવા માની ગયા છે. તાજેતરમાં નશામુક્તિ કેન્દ્રમાં એક દંપતિ નવોઢાને નશો છોડાવવાની દવા અપાવવા પહોંચ્યું. નશાની લતના કારણે નવોઢા ડ્રગ્સ ન મળતાં બહુ ખરાબ રીતે તડપી રહી હતી. કેન્દ્ર ખાતેના ડૉક્ટર્સે પ્રાથમિક સારવાર આપ્યા બાદ તે થોડી શાંત થઇ. તેને ત્યાં લઇને આવેલા તેના સાસુ-સસરાએ કહ્યું કે તેમના પુત્રના ગયા ગુરુવારે જ આ યુવતી સાથે લગ્ન થયા છે. તેમને ખબર જ નહોતી કે તે ડ્રગ્સની બંધાણી છે. લગ્ન હેમખેમ સંપન્ન થયા, સાસરિયા દુલ્હનને લઇને ઘરે આવી ગયા. જોકે, ઘરમાં થોડી જ વારમાં નવોઢાને નશાની તલબ લાગી અને તે બૂમબરાડા કરવા લાગી. તેણે તેના ચુડા પણ કાઢીને ફેંકી દીધા અને પોતાને ડ્રગ્સ આપવા સૌને આજીજી કરવા લાગી. તેનો પતિ આ બધું જોઇને હચમચી ગયો અને તેને પિયરમાં પાછી મૂકી આવવા કહેવા લાગ્યો. તેને માંડ સમજાવીને નવોઢાને લઇને સાસુ-સસરા નશામુક્તિ કેન્દ્ર ખાતે પહોંચ્યા. ડૉક્ટરે જણાવ્યું કે આ યુવતી બે વર્ષથી હેરોઇનની બંધાણી છે, જેથી લગ્નના પ્રથમ દિવસે જ નશાની તલબ લાગતાં તેણે હોબાળો મચાવ્યો. તેના સાસુ-સસરાએ ડૉક્ટરને કહ્યું કે યુવતી નશાની બંધાણી હોવાનું તેઓ લેખિતમાં આપે, જેથી તે લખાણ યુવતીના પિયરિયાને બતાવીને તેઓ સંબંધ તોડી શકે. જોકે, ડૉક્ટરે તેમને સમજાવ્યા કે નશાની લત એક બીમારી છે, જેની સારવાર શક્ય છે. તેઓ સારવાર કરાવે અને યુવતીને સમજાવે કે નશાની લત એ બહુ ખરાબ બીમારી છે. છેવટે યુવતીના સાસુ-સસરા તેની સારવાર કરાવવા તૈયાર થયા અને તેની દવા લઇને પાછા ફર્યા.

Download Our B K News Today App



Related News