પત્નીના નાક પર પતિએ એટલું જોરદાર બચકું ભર્યું કે 15 ટાંકા લેવા પડ્યાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-18 17:01:07
  • Views : 529
  • Modified Date : 2019-07-18 17:01:07

શહેરના વટવા વિસ્તારમાં રહેતાં દંપતીનો ઝઘડો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. વટવા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ તેના પતિને મારા પાકીટમાંથી પૈસા તમે લીધા છે તેવું પૂછતાં પતિને તે વાતનું ખોટું લાગતાં તેણે પત્ની (wife) ને ગડદાપાટુનો માર માર્યો હતો.એટલે થી નહીં અટકતા પશુ જેવું વર્તન કરીને નાક (nose) પર એટલું જોરથી બચકું (bite) ભર્યું હતું કે તેની પત્નીને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઇ જવી પડી હતી.નાક પર પંદર ટાકા  લેવા પાડ્યા હતાં.પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રેશમબહેન ફૂલવાની (ઉં.વ.૪૦) રહે છે. રેશમબહેન કુમાર પ્લાસ્ટિક નામની દુકાનમાં નોકરી કરે છે અને તેમના પતિ કૈલાસભાઈ ફૂલવાની કોઈ કામધંધો કરતા નથી. બે દિવસ પહેલાં સવારના નવ વાગ્યાની આસપાસ રેશમબહેનના પતિ ઘરે હાજર હતા અને તેમનાં ત્રણ બાળકો સ્કૂલ-કોલેજ ગયાં હતાં તે સમયે રેશમબહેનને પૈસાની જરૂર હોવાથી તે તેમના રૂમમાં ગયાં હતાં અને તેમણે તિજોરીમાંથી પાકીટ કાઢ્યું હતું, પરંતુ પાકીટમાં જોયું તો તેમણે મૂકેલા ૩૦૦૦ રૂપિયા ન હતા.જેથી રેશમબહેને ઘરમાં શોધખોળ કરી, પરંતુ પૈસા મળ્યા નહીં. ત્યારબાદ રેશમબહેનના પતિ કૈલાસભાઈ ઘરના કમ્પાઉન્ડમાં બેઠા હતા. તે સમયે રેશમબહેને તેમના પતિને પૂછ્યું હતું કે મારા પાકીટમાંથી પૈસા લીધા છે. રેશમબહેને આમ પૂછતાં પતિએ ના પાડી હતી. ત્યારબાદ તેમના પતિને કહ્યું કે બાળકોને પૂછી લઈશ. ત્યારબાદ પત્ની ઘરના હોલમાં જતાં રહ્યાં હતાં. થોડી વાર પછી રેશમબહેન ઘરના હોલમાં હતાં ત્યારે તેમના પતિ ત્યાં આવતાં રેશમબહેને પૈસા બાબતે પતિને કહ્યું હતું કે મારા પૈસા તમે લીધા છે, જે વાતનું પતિને ખોટું લાગતાં તેણે રેશમબહેન સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી એટલું જ નહીં, રેશમ બહેનના વાળ પકડીને નીચે પાડી ગડદા પાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા.

Download Our B K News Today App



Related News