ડીસા નગરપાલિકા પ્રમુખ પદ ટોક ઓફ ધ ટાઉન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 16:52:21
  • Views : 569
  • Modified Date : 2020-03-05 16:52:21

ડીસા નગરપાલિકા પ્રમુખ પદ ટોક ઓફ ધ ટાઉન ડીસા

ડીસા નગરપાલિકા પ્રમુખ પદ શહેર માટે એક ચર્ચાનો વિષય બન્યો હતો. જેમાં શહેરમાં લોકમુખે ડીસા નગરપાલિકાના પ્રમુખને પ્રમુખપદ છોડવાનો આદેશ આપ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું હતું. થોડા દિવસ અગાઉ પાલિકા પ્રમુખ વિરૂદ્ધ ૧૩ સભ્યોએ રાજીનામા આપ્યા હતા તે મુદ્દાને લઈને લોકોએ એવી ધારણા કરી કે ડીસા નગરપાલિકા પ્રમુખને પ્રમુખ પદથી હટાવવામાં આવ્યા છે. જા કે હકીકત જાવા જઈએ તો ડીસા નગરપાલિકાના પ્રમુખ શિલ્પાબેન માળીએ તા. ૨૪-૨-૨૦૨૦ ના રોજ સામાજીક કાર્ય હોવાથી રજાનો પત્ર ચીફ ઓફિસરને આપેલ હતો. એટલે કે નગરપાલિકા પ્રમુખે સામાજીક કાર્ય હોવાથી અગાઉથી જ રજા લીધેલ હતી. જ્યારે લોક મુખે એવું ચર્ચાતું હતું કે પ્રમુખ શિલ્પાબેન માળી સામે ૧૩ સભ્યોએ વિરોધ દર્શાવતા ભાજપ મોવડી મંડળે પ્રમુખ પદ છોડવાનો આદેશ કર્યો છે. તેમજ લોકો એવુ પણ કહી રહ્યા હતા કે ડીસા નગરપાલિકામાં સત્તાધારી પક્ષ સામે સંગઠનની જીત થઈ છે. 



Download Our B K News Today App



Related News