પાલનપુર નગરપાલિકામાં અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-05 17:51:42
  • Views : 537
  • Modified Date : 2020-03-05 17:51:42

 પાલનપુર નગરપાલિકામાં અવિશ્વાસ દરખાસ્તનો ફિયાસ્કોબનાસકાંઠામાં પાલનપુર નગરપાલિકા ખાતે આજે અવિશ્વાસની દરખાસ્ત મામલે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં પ્રમુખ સામે રજૂ કરવામાં આવેલી અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો હતો.બનાસકાંઠાના મુખ્યમથક પાલનપુરમાં નગરપાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી.જેમાં પાલનપુર નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ ઠાકોર સામે ભ્રષ્ટાચાર અને વિકાસના કામો ન થતા હોવાના આક્ષેપો સાથે કોંગ્રેસના 17 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. જે મામલે આજે નગરપાલિકા ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. આ સભામાં કોંગ્રેસના ૧૬ સભ્યોએ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં મત આપ્યા હતા. જ્યારે ભાજપના ચાર સભ્યો હાજર રહ્યા હતા. આથી કુલ 44 સભ્યોમાંથી બે તૃતીયાંશ સભ્યોની જગ્યાએ માત્ર 16 સભ્યોએ જ  મત આપતા અવિશ્વાસની દરખાસ્તનો ફિયાસ્કો થયો છે. જોકે કોંગ્રેસે અવિશ્વાસની દરખાસ્ત નામંજૂર થવા મામલે પણ વિરોધ કર્યો હતો અને સભામાં કુલ સભ્યો નહીં પરંતુ હાજર રહેલા સભ્યોમાંથી બે તૃતીયાંશ સભ્યો જે તરફી મતદાન કરે તે તરફી નિર્ણય આવે તેવા આક્ષેપો કર્યા હતા અને અવિશ્વાસની દરખાસ્ત મંજુર થઇ હોવાનું તેમજ આ મામલે આગળની કાર્યવાહી પણ તેઓ કરશે તેમ જણાવ્યું હતું.

 

Download Our B K News Today App



Related News