ઈડર નગરપાલિકા દ્વારા બનાવેલ નવીન શાકમાર્કેટ ફાળવણી પહેલાંજ ખખડધજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-11 17:05:41
  • Views : 400
  • Modified Date : 2020-02-11 17:05:41

ઈડર નગરપાલિકા દ્વારા બનાવેલ નવીન શાકમાર્કેટ ફાળવણી પહેલાંજ ખખડધજ

ઈડર શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા માટે કેટલાંક વર્ષો અગાઉ ઈડર નગરપાલિકા દ્વારા લાખ્ખો રૂપિયા ખર્ચી નવીન શાક માર્કેટ સરસ મજાનું સુવિધાભર શાકમાર્કેટ 

બનાવવામાં આવ્યું હતું. પરંતુ કોણ જાણે કેમ પ્રજાના પૈસે લીલાલેર કરતા ઈડર નગરપાલિકાના સતાધીશો કયા કારણોસર આ નવીન બનાવેલ શાકમાર્કેટ લારી ગલ્લા વાળાઓને ફાળવવામાં આવતું નથી. અહીંની પ્રજા અને વાહનચાલકો આ સમસ્યાથી પરેશાન છે. ઈડર શહેરના નગરજનો ઈચ્છી રહ્યા છે કે નવીન બનાવેલ શાકમાર્કેટ સત્વરે લારી ગલ્લા વાળાઓને ફાળવવામાં આવે જેથી કરી ટ્રાફિકની સમસ્યા હલ થઈ શકે.  

જયારે અહી હાલમાં જાવા જઈતો લાખો રૂપિયા ખર્ચી નવીન બનાવેલ શાકમાર્કેટમાં કચરાના ઢગોઢગ જાવા મળી રહ્યા છે અને બીજી બાજુ અહીં નશાખોરો દ્વારા દારૂની બોટલો આમતેલ ફોડેલી હાલતમાં જાવા મળી રહી છે અને નવીન 

બનાવેલ શાકમાર્કેટ હાલમાં ખખડધજ થઈ ગયું છે.  નગરપાલિકાના સતાધીશોની રૂપિયાની લ્હાયમાં ઈડરમાં વિકાસના કામો આમતેમ અધુરા જાવા મળી રહ્યા છે. જેવા કે નવીન બનાવેલ શાકમાર્કેટ, રાણી તળાવ જેવા સ્થળો હાલમાં લોકાર્પણ પહેલાંજ નષ્ટ થઈ રહ્યા છે. 

આ 

Download Our B K News Today App



Related News