વડગામના નાંદોત્રામાં આર્મી જવાનનું સ્વાગત કરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-03 15:24:28
  • Views : 462
  • Modified Date : 2020-01-03 15:24:28

વડગામ તાલુકાના નાંદોત્રા ગામના વતની એકસાથે બે જવાનો ભારત દેશની રક્ષા માટે આર્મીમાં પોતાની ફરજ બજાવતા હતા અને તેઓ નિવૃત્ત થતાં તેઓ ગુરૂવારે પોતાના માદરે વતન નાંદોત્રામાં આવવાના હતા. ત્યારે ગામના અગાઉ થોડા દિવસ પહેલાં નિવૃત્ત થયેલા ત્રણ જવાનો અને નિવૃત્ત થયેલા બે જવાનોનું સ્વાગત નાંદોત્રા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં નિવૃત્ત થયેલા મુકેશકુમાર રાસંગભાઈ  ચૌધરી, મુકેશકુમાર વશરામભાઈ પરમાર,  અગાઉનાજીવાભાઈ રામજીભાઇ પરમાર, પૂંજાભાઈ રામજીભાઈ પરમાર, બાબુભાઈ મગનભાઇ પરમાર, દિપકભાઈ વીરાભાઇ શ્રીમાળી, ઇસુબખાન સુમરા સહિત જવાનોનું સ્વાગત કરાયુ હતું. ત્યારે નાંદોત્રા ગ્રામજનો દ્વારા સામે  છાપી ગામે પહોંચી તેમને ખુલ્લી ગાડીમાં નાંદોત્રા ગામનાં  લાવવામાં આવ્યા હતા. ત્યાં સમગ્ર ગ્રામજનોએ ડી.જે સાથે તેમનું વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર આયોજન નાંદોત્રા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું.



Download Our B K News Today App



Related News