સાબલી નદીમાં ડૂબી જવાથી 2 સગા ભાઇ સહિત 3ના મોત, જમજીર ધોધમાં ડૂબતા એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-26 12:37:03
  • Views : 498
  • Modified Date : 2019-08-26 12:37:03

કેશોદ તાલુકાનાં નોંજણવાવ ગામ અને અણીયાર ગામ વચ્ચેથી સાબલી નદી પસાર થાય છે. આ નદીમાં રવિવારનાં સાંજના 6 વાગ્યા આસપાસ અણીયારી ગામનાં ત્રણ યુવાન ન્હાવા ખાબક્યા હતાં. પરંતુ ન્હાવા પડેલા બે સગાભાઇ સહિત ત્રણેય યુવાનોનાં મોત નીપજ્યા હતાં. ત્રણેય યુવાનોનાં મૃતદેહ બહાર કાઢી મેંદરડા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યારે ગીરગઢડાના જામવાળાના જમજીર ધોધમાં એક યુવાનનું ડૂબી જવાથઈ મોત નીપજ્યું હતું.રવિવારે સાંજે ત્રણેય યુવાનો નદીમાં ન્હાવા ગયા હતાપોલીસમાંથી મળતી માહિતી મુજબ, અણીયારી ગામે રહેતા જતિનભાઈ હરેશભાઇ રાઠોડ (ઉ.વ.20), તુષારભાઇ રસીકભાઇ વાઘેલા (ઉ.વ. 22) અને તરૂણભાઇ રસીકભાઇ વાઘેલા (ઉ.વ.19) નામના ત્રણેય યુવાનો નોંજણવાવની સીમમાં આવેલી સાબલી નદીમાં ન્હાવા પડ્યા હતાં. પરંતુ ત્રણેય યુવાનોના નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. રવિવારની સાંજના 6 વાગ્યા આસપાસ આ ત્રણેય યુવાનો નદીમાં ન્હાવા પડ્યા હતાં. તેમાંથી એક યુવાન ડૂબતો હોવાથી બે બચાવા ગયા. આથી ત્રણેય યુવાનો પાણીમાં ગરકાવ થઇ ગયા હતાં. સાંજનાં 7 વાગી ગયા તેમ છતાં પણ ત્રણેય યુવાનો ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને નદીની કાંઠે કપડા મળતાં ડૂબી જવાની શંકાએ શોધખોળ કરી હતી. આ ઘટનાની જાણ થતાં પીએસઆઇ એ. બી. દેશાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. રાત્રીનાં 8 વાગ્યા આસપાસ યુવાનોનો મૃતદેહ મળતા તાત્કાલીક મેંદરડા પીએચસી ખસેડવામાં આવ્યા હતાં. જ્યા ફરજ પરના ડો. એ. બી. પરમાર અને ડો. ડાઇબેને મૃત જાહેર કર્યા હતાં. ત્રણેય યુવાનમાંથી તુષાર અને તરૂણ બંને સગાભાઇઓ હોવાનું જાણવા મળે છે. ત્રણેય યુવાનોનો પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. જ્યારે યુવાનો આઇટીઆઇમાં અભ્યાસ કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું.જામવાળા નજીકનાં જમજીર ધોધમાં ફરવા આવેલ યુવકનું ડુબી જતા મોતપ્રદિપ ભુપેન્દ્રભાઇ વાળા (ઉ.વ.22 રહે. વાવડી તા.સુત્રાપાડા)નો યુવાન જન્માષ્ટમીને આઠમના દિવસે પોતાના મિત્રો સાથે ગીરગઢડાના જામવાળા જમજીરના ધોધમાં બપોરના સમયે નાહતા હતા. ત્યારે અચાનક ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. અને આ ઉંડા પાણીમાં ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે કેટલાક તરવૈયાઓ આ યુવાનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. બાદમાં કલાકો બાદ આ યુવાનનો મૃતદેહને ઉંડા પાણીમાંથી બહાર કાઢવામાં આવેલ અને આ યુવાનને કોડીનાર સરકારી હોસ્પીટલે ખસેડેલ. જ્યાંના તબીબ વિજયભાઇ પુરાવએ મૃત જાહેર કરેલ હતો. આ યુવાનના મોતથી તેમના પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું હતું. આમ આ જમજીરના ધોધમાં તંત્ર દ્વારા નાહવાની મનાય હોવા છતાં પણ લોકો નાહવા જતા હોય છે.

Download Our B K News Today App



Related News