મિસ્ટ્રી ગર્લનો જાદુ: ફરી એક વખત ચાહકો ફીદા, જાણો કોણ છે ગ્રાઉન્ડમાં દેખાતી આ સુંદરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 12:41:37
  • Views : 227
  • Modified Date : 2022-04-13 12:41:37

 

IPLની મિસ્ટ્રીગર્લનું રહસ્ય ખૂલ્યું 

એક્ટર છે આ મિસ્ટ્રીગર્લ 

આરતી બેદી છે તેનું નામ 

 

IPLની મિસ્ટ્રીગર્લનું રહસ્ય ખૂલ્યું 

IPL અને ગ્લેમરનું તગડું કનેક્શન છે. મેચ દરમિયાન, ક્રિકેટર્સની ગર્લફ્રેન્ડ્સ અને બોલિવુડ સ્ટાર્સનું પહોંચવું એક સામાન્ય વાત છે, પરંતુ ગયા અમુક વર્ષોમાં મિસ્ટ્રી ગર્લનું ચલણ વધ્યું છે. કેમેરામેન કોઈને કોઈ એવા સુંદર ચહેરા પર ફોકસ કરી જ દે છે, જે આગળ જઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. યૂઝર્સ ઇન્ટરનેટ પર આ મિસ્ટ્રી ગર્લ્સને સર્ચ કરવાનું શરુ કરી દે છે. આવું જ કંઈક કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્લી કેપિટલ્સ વચ્ચેની મેચમાં જોવા મળ્યું હતું. 

 

કેમેરામાં કેદ થયા એક્સપ્રેશન્સ 
મેચ દરમિયાન કેમેરામેને ઘણી વાર મિસ્ટ્રીગર્લ પર ફોકસ કર્યું હતું અને તેના એક્સપ્રેશન્સ પણ કેમેરામાં કેદ થતા રહ્યા હતા. આ વચ્ચે રિષભ પંતથી જ્યારે આંદ્રે રસેલનો કેચ છૂટ્યો, ત્યારે પણ કેમેરામેને દિલ્લીની ફેનની નિરાશા બતાવી. 

 

યૂઝર્સે શોધી કાઢ્યું ઇન્સ્ટા આઈડી 
સોશિયલ મીડિયા પર આ મિસ્ટ્રીગર્લની સુંદરતા અને ક્યૂટનેસનાં ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામનાં ઘણા પેજ પર પણ આ મિસ્ટ્રીગર્લની તસવીરો શેર કરવામાં આવી રહી છે. 

કોણ છે આ મિસ્ટ્રીગર્લ?
આ મિસ્ટ્રીગર્લનું નામ આરતી બેદી છે, જેનાં ઇન્સ્ટા બાયોમાં એક્ટર લખેલ છે. સ્ટોરીમાં પણ તેણે સ્ટેડિયમથી પોતાની અમુક તસવીરો અપલોડ કરી હતી. આરતીએ પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી પર અત્યંત ગ્લેમરસ તસવીરો અપલોડ કરી છે, તેમની એક્ટીવિટીથી લાગી રહ્યું છે કે તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે. 
 

 

Download Our B K News Today App



Related News