મુંબઈ પોલીસે ગુજરાતી એક્ટરનું અપમાન કર્યું:પ્રતીક ગાંધીએ કહ્યું, 'મને ખભાથી ખેંચ્યો અને માર્બલના ગોડાઉનમાં બેસાડી દીધો'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-25 13:14:04
  • Views : 285
  • Modified Date : 2022-04-25 13:14:04

મુંબઈ પોલીસે ગુજરાતી એક્ટરનું અપમાન કર્યું:પ્રતીક ગાંધીએ કહ્યું, 'મને ખભાથી ખેંચ્યો અને માર્બલના ગોડાઉનમાં બેસાડી દીધો'

 

બોલિવૂડ તથા ગુજરાતી એક્ટર પ્રતીક ગાંધીને મુંબઈ પોલીસ કલાકો સુધી ગોડાઉનમાં બંધ રાખ્યો હતો, કારણ કે હાઇવે પર VIP (વેરી ઇમ્પૉર્ટન્ટ પર્સન) મૂવમૅન્ટ હતી. આ વાતની માહિતી પ્રતીકે સો.મીડિયામાં શૅર કરીને આપી હતી. પ્રતીકે કહ્યું હતું કે મુંબઈ પોલીસે તેને ખભાથી ખેંચ્યો હતો. સો.મીડિયા યુઝર્સે કમેન્ટ્સ કરી હતી કે મુંબઈમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવેલા હોવાથી આમ થયું હતું.

મારું અપમાન કરવામાં આવ્યું: પ્રતીક
પ્રતીક ગાંધીએ સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'મુંબઈ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર VIP મૂવમૅન્ટને કારણે ટ્રાફિક જામ હતો. શૂટિંગ લોકેશન પર જવા માટે મેં પગપાળા ચાલવાનું શરૂ કર્યું. આ દરમિયાન પોલીસે મને ખભાથી ખેંચીને એક માર્બલના ગોડાઉનમાં રાહ જોવડાવી. તેમણે આવું શા માટે કર્યું તે અંગે મને કંઈ કહેવામાં આવ્યું નહોતું. મારું અપમાન કરવામાં આવ્યું હતું.'

યુઝર્સે કમેન્ટ્સ કરી
આ અંગે એક યુઝરે પ્રતીક ગાંધીની વેબ સિરીઝ 'સ્કેમ'નો ડાયલોગ લખ્યો હતો, 'હર બાર રિસ્ક હૈ તો ઇશ્ક હૈ' ના થાય મોટાભાઈ. આ કમેન્ટના રિપ્લાયમાં પ્રતીકે કહ્યું હતું, 'ભાઈ કોઈ રિસ્ક નહોતુ, કામ પર જતો હતો.' અન્ય એક યુઝરે કહ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર હોવાથી આમ થયું હતું, જેના રિપ્લાયમાં પ્રતીક ગાંધીએ કહ્યું હતું, 'ઉપ્સ, મને ખબર જ નહોતી.'

પ્રતીક ગાંધીના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે 'ભવાઈ'માં જોવા મળ્યો હતો. હવે તે 'અતિથી ભૂતો ભવ', 'દેઢ બીઘા જમીન', 'વો લડકી હૈ કહાં' તથા 'ફુલે'માં જોવા મળશે. 'ફૂલે' ફિલ્મ જ્યોતિરાવ ફુલે તથા સાવિત્રીબાઈ ફુલેની બાયોપિક છે. આ ફિલ્મમાં પત્રલેખા લીડ રોલમાં છે.

 

Download Our B K News Today App



Related News