થરાદની મુખ્ય નર્મદા નહેરમાં ત્રણ જગ્યાએ પોલાણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-08 11:23:00
  • Views : 489
  • Modified Date : 2020-07-08 11:23:00

મુખ્ય નર્મદા નહેર વિવિધ ગામોની સીમમાંથી  પસાર થઈ રાજસ્થાન તરફ જઈ રહી છે. ત્યારે મહાજનપુરા સીમ ,લુણાલ સીમ તેમજ વામી ગામ નજીક આવેલા પુલની બાજુમાં પોલાણ પડી ગયા છે. થરાદથી 15 કિલોમીટરના અંતરે અલગ અલગ જગ્યાએ નહેરના પાણીથી થોડે ઉપર આરસીસી બાંધકામ દબાઈ જતાં પોલાણ સર્જાયા છે.જોકે ચોમાસાની ઋતુમાં મધ્ય પ્રદેશમાંથી પાણીની આવક વધુ થાય ત્યારે ડેમનું પાણી નહેરમાં છોડવામાં આવતું હોય છે. ત્યારે મુખ્ય નર્મદા નહેરમાં પાણીનો પ્રવાહ વધુ હોય ત્યારે જો પોલાણ સુધી પાણી પહોંચી જાય તો નહેર તૂટવાની શકયતા રહે છે. મુખ્ય નર્મદા નહેરના બંને કાંઠે આવેલા ખેતરોમાં ખેડૂતો વસવાટ કરી રહ્યા છે.ત્યારે પડેલા પોલાણને લઈને ખેડૂત પરિવારો ચિંતામાં મુકાયા છે. નર્મદા વિભાગ મુખ્ય નહેર પર પડેલા પોલાણને રીપેરીંગ કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News