મુકેશ અંબાણીના એન્ટિલિયામાં ગણેશોત્સવ, બોલિવુડ-ક્રિકેટરો સહિત આ દિગ્ગજોએ આપી હાજરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 17:57:58
  • Views : 401
  • Modified Date : 2019-09-04 17:57:58

આજે દેશભરમાં ઉત્સાહ અને ઉમંગથી ગણેશ ચતુર્થીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ પણ તેના ઘર એન્ટિલિયામાં ગણપતિ બાપાની સ્થાપના કરી છે. આજે તેમના ઘરે બાપાની પૂજા અને દર્શનમાં સામેલ થવા બોલીવુડ અને સ્પોર્ટ્સ જગતના અનેક દિગ્ગજ સિતારાઓ આવ્યા હતા.મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમની પુત્રી ઇશા અંબાણી આ અવસરે હંમેશાની જેમજ સજીધજીને નજરે ચડ્યા હતા. બોલિવુડના કેટલાયે સિતારાઓ એવા છે જેમને ત્યાં ગણેશ ઉત્સવ ઉજવાય છે. આ ખાસ અવસરે એન્ટીલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે. રોશની અને સાજ સજાવટથી રોનક જોનારા જોતા જ રહી જાય તેવો નજારો છે. આ અવસરે અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે ખાસ હાજર રહ્યા હતા. ક્રિકેટની વાત કરીએ તો આ પૂજામાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા. સચિન સિવાય ઝહીર ખાન, હરભજન સિંહ, યુવરાજ સિંહ, હાર્દિક પંડ્યા. પ્રજ્ઞાન ઓઝા, પાર્થિવ પટેલ, યૂસુફ પઠાન અને અજીત આગરકર પણ આ પૂજામાં હાજર રહ્યા હતા. યુવરાજ સિંહ અને ઝહીર ખાન પણ તેમના પરિવાર સાથે ત્યાં પહોંચ્યા હતા. સચિન સહિત દરેક ક્રિકેટરે તેમના પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ પૂજાની તસવીરો શેર કરી છે. સચિને તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પૂજાની એક તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું કે-‘જીવનભરના સાથી’…ક્રિકેટર ઉપરાંત કેટલાક બોલિવૂડ સ્ટારે પણ અંબાણી પરિવારના ઘરે ગણપતિ ઉત્સવ નિમિત્તે હાજરી આપી હતી. જેમાં બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન તેમની પત્ની જયા બચ્ચન સાથે પહોંચ્યા હતા. જ્યારે અનિલ કપૂર, જીતેન્દ્ર, ઈશા કોપિકર પતિ ટિમી નારંગ સાથે, અનુ મલિક, રાજકુમાર હિરાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત, આમિર ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને રેખા જેવા સ્ટાર્સ પણ એન્ટિલિયામાં જોવા મળ્યા હતા.

Download Our B K News Today App



Related News