FPIદ્વારા કુલ ૫૧૭૭ કરોડ રૂપિયાનું જંગી મૂડીરોકાણ થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-10 15:14:46
  • Views : 370
  • Modified Date : 2020-02-10 15:14:46

 FPIદ્વારા કુલ ૫૧૭૭ કરોડ રૂપિયાનું જંગી મૂડીરોકાણ થયું

વિદેશી મૂડીરોકાણકારોએ સતત છઠ્ઠા મહિનામાં ભારતીય મૂડી માર્કેટમાં ખરીદીનો માહોલ અપનાવ્યો છે અને જંગી રોકાણ કર્યું છે. ફેબ્રુઆરી મહિનામાં રોકાણકારોએ ૫૧૭૭ કરોડ રૂપિયા રોક્યા છે. એકબાજુ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૫૧૭૭ કરોડ રૂપિયાનું રોકાણ કરી દીધું છે. આંકડામાં જણાવવામાં આવ્યું છે કે, ત્રીજીથી સાતમી ફેબ્રુઆરી વચ્ચેના ગાળામાં વિદેશી મૂડીરોકાણકારોએ ડેબ્ટ સેગ્મેન્ટમાં ૬૩૫૦ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે. જા કે, આ ગાળા દરમિયાન ઇÂક્વટીમાંથી ૧૧૭૨.૫૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે જેના પરિણામ સ્વરુપે કુલ રોકાણનો આંકડો ૫૧૭૭.૪૪ કરોડનો રહ્યો છે. મૂડીરોકાણના મોરચા પર કારોબારીઓ આશાસ્પદ દેખાઈ રહ્યા છે. નાણામંત્રી નિર્મલા સીતારામને હાલમાં જ બજેટ રજૂ કર્યું હતું. બજેટના ગાળા દરમિયાન રોકાણકારો સાવચેત રહ્યા હતા. બીજી બાજુ બજેટ બાદ નાણામંત્રી દ્વારા ચોક્કસ સ્પષ્ટતા કરવામાં આવી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે, ચોક્કસ સરકારી સિક્યુરિટી વિદેશી રોકાણકારો માટે ખોલવામાં આવી છે. કોર્પોરેટ બોન્ડમાં એફપીઆઈ માટેની રોકાણ મર્યાદા નવ ટકાથી વધારીને ૧૫ ટકા કરાઈ છે. કંપનીઓ ઉપર ડીડીટીને દૂર કરવાનો પણ નિર્ણય લેવાયો છે. ડિપોઝિટરી ડેટા મુજબ છેલ્લા મહિનામાં ઇÂક્વટીમાં ૧૨૧૨૨ કરોડ રૂપિયા ઠાલવવામાં આવ્યા હતા. આ ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાંથી ૧૧૧૧૯ કરોડ રૂપિયાની રકમ પાછી ખેંચી લેવામાં આવી હતી જેથી નેટ રોકાણનો આંકડો ૧૦૦૩ કરોડ રૂપિયાનો રહ્યો છે. કેન્દ્રીય બજેટમાં કેટલાક પગલા જાહેર કરવામાં આવી ચુક્યા છે જેના લીધે વિદેશી મૂડીરોકાણને પ્રોત્સાહન મળી શકે છે. ૨૦૧૯માં એફપીઆઈ દ્વારા ઇÂક્વટી અને ડેબ્ટ બંનેમાં ૭૩૨૭૬.૬૩ કરોડ રૂપિયા ઠાલવી દીધા હતા. જાન્યુઆરી, 



Download Our B K News Today App



Related News