લઘુશંકા ગયેલી મહિલાને અચાનક પ્રસૂતિ થઇ જતાં બાળકી રડતી ન હોઇ મૃત માની કચરાના ઢગલામાં ફેંકીને ભાગી ગઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-22 13:35:17
  • Views : 1415
  • Modified Date : 2020-02-22 13:37:45


મહેસાણા આંબલિયાસણ સ્ટેશન બજાર વિસ્તારમાં આવેલા શિવ કોમ્પલેક્ષની બાજુમાં કચરાના ઢગમાંથી શુક્રવારે ત્યજાયેલી નવજાત બાળકી મળી આવવાની ઘટનાએ ચકચાર મચાવી છે. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે શોધી કાઢેલી મહિલાએ પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો કે, પ્રસૂતિની પીડા વચ્ચે લઘુશંકાએ જતાં બાળક બહાર પડ્યું ત્યારે રડતું ન હોઇ ભયના માર્યા ભાગી ગઇ હતી. દરમિયાન, લાંઘણજ પોલીસે મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જાહેર શૌચાલયની બાજુમાં ખુલ્લી જગ્યામાં કચરાના ઢગલામાંથી શુક્રવારે સવારે બાળકનો રડવાનો અવાજ સાંભળી શૌચ માટે ગયેલા વેપારીએ તપાસ કરતાં નવજાત બાળકી જોવા મળી હતી. આથી વેપારીએ તુરંત ડૉ. અશ્વિન પટેલને જાણ કરતાં તેમણે રૂમાલ વીંટાળી પ્રાથમિક સારવાર આપી 108 અને લાંઘણજ પોલીસને જાણ કરી હતી. બનાવ સ્થળે પહોંચેલા એએસઆઇ હર્ષદભાઇ બ્રહ્મભટ્ટે બાળકીને 108ની મદદથી મહેસાણા સિવિલમાં ખસેડી લાંઘણજ પોલીસ સ્ટેશનમાં મહિલા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો તે દરમિયાન, બજાર વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ આધારે હાથ ધરેલી તપાસમાં મહિલાને શોધી લાવેલા પીએસઆઇ આર.આઇ. પરમાર, એએસઆઇ હર્ષદ બ્રહ્મભટ્ટે કરેલી પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં પેટમાં દુ:ખાવાની ફરિયાદ સાથે મહિલા શુક્રવારે સવારે 7.30 વાગ્યે આંબલિયાસણના તબીબને ત્યાં ગઇ હતી. ર્ડોકટરે ઇન્જેકશન આપી પ્રિમેચ્યોર ડિલિવરી થવાની સંભાવના વ્યક્ત કરવા છતાં મહિલા તેના પતિ સાથે ચલુવા જવા નીકળી હતી. રસ્તામાં શિવ કોમ્પલેક્ષની પાછળ લઘુશંકાએ ગયેલી મહિલાને એકાએક પ્રસૂતિની પીડા ઉપડી હતી અને બાળકીને જન્મ આપ્યો હતો. બાળક રડતું ન હોઇ મરી ગયાનું માની મહિલા દોડીને પતિના બાઇક પાછળ બેસી ઘરે જતી રહી હતી. જોકે, ઘરે પહોંચીને પતિને બાળકીના જન્મની જાણ કર્યા બાદ પણ તેમણે બાળકની સ્થિતિ જાણવા પ્રયાસ કર્યો નોહતો અને 4 કલાક સુધી બાળકી કચરા વચ્ચે પડી રહી હતી. પોલીસે હાલના તબક્કે મહિલાને દવાખાનામાં સારવાર માટે ખસેડી બાળકી અને તેની માતાનો ડીએનએ ટેસ્ટ કરાવવા તજવીજ કરી હતી. તેવા  દુર્ગંધ મારતા કચરાના ઢગલામાં ત્યજાયેલી બાળકીની બાજુમાં પ્રસૂતિ બાદનો ગર્ભ પડેલો હતો અને તેની નાડ પણ તેની સાથે જોડાયેલી હોઇ અહીં પહોંચેલા 108ના તબીબ જીનલ પટેલ સૌપ્રથમ સાવચેતી પૂર્વક બાળકીની નાડ કાપીને ગંદકીમાંથી ઉઠાવી બહાર લાવ્યા હતા. 108ના પાયલોટ જીવાભાઇ રબારીએ બાળકીની સ્થિતિ જોતાં માત્ર 20 મિનિટમાં મહેસાણા સિવિલમાં લઇ આવ્યા હતા.

Download Our B K News Today App



Related News