સતત વરસાદથી થયેલા નુકસાનને લઈને MP રમેશ ધડુકે સ્પેશિયલ પેકેજ જાહેર કરવા CMને પત્ર લખી માંગ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 11:50:00
  • Views : 351
  • Modified Date : 2020-08-27 11:50:00

       સતત પડેલા વરસાદના લઈને સૌરાષ્ટ્રમાં મોટા ભાગના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ત્યારે પોરબંદરના સાંસદ રમેશ ધડુકે ઘેડ વિસ્તારમાં પાકને થયેલા નુકસાનને લઈને CMને પત્ર લખીને સ્પેશિયલ પેકેજ જાહેર કરવાની માંગ કરી છે. એક મહિનાથી સતત વરસાદને પગલે ઘેડ વિસ્તારના ગામડાઓમાં પાકને નુકસાન થયું છે. પોરબંદર, કુતિયાણા, માંગરોળ, કેશોદ અને ઉપલેટા સહિતના ગામોના ખેડૂતોનો પાક નિષ્ણફ ગયો છે. ભાદર, વેણુ, મોજ, ઓજત, મીણસાર, સારણ અને મધુવતી ડેમના પાણી છોડતા સૌથી વધુ પોરબંદર અને જુનાગઢ જિલ્લાના ગામડાઓમાં નુકસાન થયું છે. જેથી રાહત પેકેજ જાહેર કરવા માટે માંગ કરી છેચાલુ વર્ષે સારો પાક થશે તેવી આશાએ ખેડૂતોએ જુદા જુદા પાકોનું બહોળી માત્રામાં વાવેતર કર્યુ હતુ. શરૂઆતમાં પાકને જરૂર હોય તે મુજબનો જ વરસાદ થતાં ધરતીપુત્ર ખુશખુશાલ થઈ ગયો. પરંતુ છેલ્લા 15 દિવસથી સતત વરસાદ અને તેમાંય છેલ્લા બે દિવસથી મુશળધાર વરસાદે સારા પાકનું ચિત્ર બદલી નાખ્યું છે. નદીઓમાં આવેલા ઘોડાપૂરના પગલે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોનો સંપૂર્ણ પાક ધોવાય ગયો છે. જેથી ખેડૂતોએ સરકાર પાસે બીજા પાકના વાવેતર માટે તાત્કાલિક ધોરણે સહાય કરે તેવી માંગ કરી છે.ગોંડલ પંથકમાં પડેલા ભારે વરસાદના કારણે વેકરીમાં પણ ખેડૂતોનો મોટાભાગનો પાક ધોવાય ગયો છે. સતત વરસાદના પગલે મરચી, કપાસ અને મગફળી સહિતના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જેથી કિસાન સંઘે કલેક્ટર કચેરી પહોંચી રજૂઆત કરી હતી અને પાકનો સર્વે કરી યોગ્ય સહાય આપવા માંગ કરી છે

Download Our B K News Today App



Related News