MP ગેનીબેન ઠાકોરે પાલનપુરમાં કલેક્ટર કચેરીએ કોલેરાને લઈ અધિકારીઓ સાથે બેઠક યોજી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-12 17:41:13
  • Views : 93
  • Modified Date : 2024-06-12 17:41:13

પાલનપુરમાં કોલેરાનો રોગચાળો વકરવાને લઈ બનાસકાંઠાના સાંસદ સભ્ય ગેનીબેન ઠાકોર એક્શનમાં આવ્યા છે. તેઓએ પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એક બેઠક યોજી હતી. કોલેરાગ્રસ્ત વિસ્તારોમાં નક્કર કાર્યવાહીની માંગ સાથે મદદની રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુ. જ્યાં અધિકારીઓને મદદ માટે રજૂઆતો કરી હતી. પીવાના શુદ્ધ પાણીથી લઈને યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.લોકસભાની ચૂંટણીને લઈ સાંસદ ગેનીબેને કહ્યું હતુ કે, મતદારો જ મહાન છે. ગમે એટલા સંશાધનો હોય કે ગમે એટલી મશીનગરીનો દુરઉપયોગ કરવામાં આવે પરંતુ મતદારો જ મહાન હોય છે. આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસ મેદાન મારશે એવો દાવો કર્યો હતો.

Download Our B K News Today App



Related News