મૌની રોય ફિલ્મોમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-09 06:08:05
  • Views : 605
  • Modified Date : 2019-04-09 06:08:05

 મૌની રોય  બોલિવુડમાં કેરિયર બનાવવા માટે સંપૂર્ણ તૈયાર દેખાઇ રહી છે. તેની પ્રથમ ફિલ્મ ગોલ્ડ સફળ રહ્યા બાદ તેની પાસે અનેક ફિલ્મો હાથમાં આવી રહ ી છે. તે હાલમાં રણબીર કપુરની સાથે એક ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત તેને સૌથી  મોટી ફિલ્મ દબંગ મળી ગઇ છે. જેમાં તે આઇટમ સોંગ કરનાર છે. સલમાન ખાન દ્વારા તેની
પસંદગી કરવામાં આવી છે.
દબંગ-૨ ફિલ્મમાં કરીના કપુર આઇટમ સોંગમાં દેખાઇ હતી. હવે દબંગ-૩માં મૌની રોય આઇટમ સોંગ કરનાર છે. મૌની રોય પ્રથમ વખત આઇટમ સોંગ કરી રહી નથી. તે પહેલા પણ કેજીએફમાં ગલી ગલી આઇટમ સોંગ કરી ચુકી છે. મૌની રોય બોલિવુડમાં એક કુશળ સ્ટાર તરીકે ઉભરી ચુકી છે. ટીવી
સીરિયલમાં કામ કર્યા બાદ મૌની રોય અક્ષય કુમારની ગોલ્ડ ફિલ્મ મારફતે બોલિવુડમાં પ્રવેશી હતી. હવે તેની પાસે કેટલીક ફિલ્મો રહેલી છે.હાલમાં નર્મદા કિનારે થઇ રહેલા શુટિંગના
સંબંધમાં વિગત સપાટી પર આવી છે.

Download Our B K News Today App



Related News