મોટેરા સ્ટેડિયમ ખાતે મોદી અને ટ્રમ્પ કાર્યક્રમના એન્ટ્રી ગેટ પાસે ઝૂંપડામાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-02-24 14:48:22
  • Views : 509
  • Modified Date : 2020-02-24 14:48:22

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કાફલો જે ગેટથી મોટેરા સ્ટેડિયમમાં પ્રવેશ કર્યો તે ગેટ પાસે આવેલા ઝૂંપડામાં આગ લાગી છે. આગની ઘટનાને પગલે બે ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા છે. મોટેરા ખાતે વણઝારાના ઝાપરામાં આવેલા એક મકાનમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ મકાન મોટેરા સ્ટેડિયમથી માત્ર 400 મીટર દૂર હોવાનું જાણવા મળે છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી.

Download Our B K News Today App



Related News