મોત સામે ઝઝૂમી રહેલા 19 લોકોને સ્થાનિકોએ માનવસાંકળ બનાવી બચાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-01 18:03:01
  • Views : 571
  • Modified Date : 2019-08-01 18:03:01

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં વાત કરીએ વડોદરાની તો સૌથી વધુ વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરમાં વરસાદે 6 વ્યક્તિનો ભોગ લીધો છે.સમગ્ર રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 221 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં વાત કરીએ વડોદરાની તો સૌથી વધુ વડોદરામાં 14 કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે શહેરમાં વરસાદે 6 વ્યક્તિનો ભોગ લીધો છે. ભારે વરસાદના પગલે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડેપગે હાજર છે અને બચાવ કામગીરી પણ સખ્તપણે હાથ ધરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા પણ હજી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.શહેરમાં ગઇ કાલે 14 કલાકમાં જ 20 ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેરનું જનજીવન ઠપ થઇ ગયું છે. બાજવામાં પણ દીવાલ ધસી પડતાં 4 લોકોના મોત થયા છે. જ્યારે વીજકરંટથી અને અન્ય એક ઘટનામાં 2 મોત થતાં વરસાદે અત્યાર સુધીમાં 6 વ્યક્તિનો ભોગ લીધો છે. ત્યારે આ ગંભીર સ્થિતિને જોતા તંત્ર દ્વારા વડોદરાની શાળા-કોલેજો, એરપોર્ટ અને કોર્ટ-કચેરીઓ પણ બંધ રાખવામાં આવેલ છે. ભારે વરસાદને લઇ વિશ્વામિત્રી નદીએ પણ ભયજનક સપાટી વટાવી દીધી છે.શહેરમાં જો ભારે વરસાદની વાત કરીએ તો હરણી વિસ્તારમાં મોટનાથ મહાદેવ મંદિર આવેલ છે તેની પાછળના ભાગે નવી બનતી કન્સ્ટ્રક્શન સાઈટ પર છેલ્લાં 18 કલાકથી 5 જેટલા નાના બાળકો અને મહિલાઓ સહિત 19 લોકો ફસાયા હતા. જેમાંથી બાળકો અને મહિલાઓને બચાવી લેવાયા છે. તે લોકોને બાજુમાં જ આવેલી સોસાયટીના લોકોએ દોરડાં અને માનવ સાંકળ બનાવીને રેસ્કયુ કરીને બચાવી લીધા છે. જો કે હજી પણ 10 જેટલા લોકો આ કન્સ્ટ્રક્શન સાઈટ પર ફસાયા છે. જેનું રેસ્ક્યુ કરવા સોસાયટીના સ્થાનિક લોકોએ કોર્પોરેશન તંત્રની મદદ માંગી હતી પરંતુ હજી સુધી કોઈ જ  ત્યાં પહોંચી શક્યું નથી. જો કે એક સ્થાનિકે એવી માંગણી કરી હતી કે, આ તમામ લોકોને તાત્કાલિક ધોરણે ખસેડી લેવામાં આવે.શહેરનાં આ વિસ્તારના જે જે સ્થાનિક લોકોએ રેસ્ક્યુ કર્યુ તેમાંના જ એક સ્થાનિકે ટ્વિટ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનને ટ્વિટ કરીને મદદ માંગી છે. મહાદેવજીના મંદિર પાછળ આવેલ એક સોસાયટીના જ સભ્ય જયદત્ત શુક્લાએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને IAS પંકજ કુમાર સહિતના લોકોને ટ્વિટ દ્વારા મદદ માંગી હતી. જો કે ટ્વિટ કર્યા બાદ પણ કલાકો સુધી મદદ ન મળતા આખરે જીવના જોખમે સ્થાનિક લોકોએ અહીં ફસાયેલા લોકોને બહાર નીકાળ્યાં હતાં. તેમ છતાં હજી પણ અંદાજે 10 જેટલા લોકો આ કન્સ્ટ્રક્શન સાઈટ પર ફસાયા છે.સાથે સાથે શહેરમાં ભારે વરસાદને લઇ મદદ માટે સંપર્ક કરતા કેટલાંક લોકોના મોબાઇલની બેટરી પણ ખતમ થઇ ગઇ. ઉપરાંત બચાવેલા લોકોને હાલમાં ખાવા-પીવાની પણ મોટી તકલીફ પડી રહી છે. સ્થાનિકોએ આ 19 લોકોનું રેસ્ક્યુ કરાયેલાને પોતાના ઘરમાં આસરો આપ્યો હતો અને જરૂરિયાતમંદ વસ્તુઓ ઉપરાંત બાળકો માટેના દૂધની અને કેટલીક ખાવા-પીવાની ઘરમાં પડેલી વસ્તુઓની વ્યવસ્થા પણ ત્યાંના સ્થાનિક લોકોએ કરી આપી હતી.

 

Download Our B K News Today App



Related News