દિયોદર-ખીમાણા હાઇવે પાસે ઠંડીમાં ઠુંઠવાતાં એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-07 16:14:35
  • Views : 1151
  • Modified Date : 2020-01-07 16:14:35

છેલ્લાં કેટલાંક સમયથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીની અસર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં  જોવા મળી રહી છે.  ત્યારે ગત રાત્રે ઠંડીના કારણે એક માણસનું મોત નીપજ્યું હતું. દિયોદરના ખિમાણા ચોકડી પાસે આવેલ એસ.ટી.પીકઅપ સ્ટેન્ડના બાંકડા પર વહેલી સવારે કોઈ અજાણ્યા ઈસમની લાશ મળી હતી. જેમાં તપાસ કરતા દિયોદરના રૈયા ગામના અલ્પેશભાઈ રામાભાઈ ચૌધરી હોવાનું જાણવા મળ્યું હતું. જેમનું ઠંડીના કારણે મોત થયું હતું. જ્યારે આ વાતની જાણ પરિવારને થતાં, પરિવારના લોકો આવી ઓળખ વિધી કરી  મૃતક અલ્પેશભાઇ રામાભાઈ ચૌધરીની લાશ સરકારી દવાખાનેથી પી.એમ. કર્યા સિવાઈ લઈ ગયા હતા. તેમજ આગળની કાર્યવાહી દિયોદર પોલીસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News