ગુજરાતમાં 51686 થી વધુ અપીલો પેન્ડિંગ, કુલ મળીને રૂા. 78 હજાર કરોડના આવકવેરા બાકી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 11:26:53
  • Views : 436
  • Modified Date : 2020-12-19 11:26:53

ગુજરાતમાં આવકવેરાની ૫૧,૦૦૦ પેન્ડિંગ અપીલના કેસોમાં કુલ મળીને રૂા. ૭૮,૦૦૦ કરોડના આવકવેરા બાકી છે, પરંતુ ૬૧૯૬ અરજદારોએ ભાગ લેતા તેમાંથી માત્ર રૂા. ૯૬૨.૭ કરોડની આવક ઊભી થવાના સંજોગો નિર્માણ થયા છે. રાજ્યમાં બાકી રહેલા વેરાના વિવાદનો અંત લાવી દેવા માટે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવાદ સે વિશ્વાસ નામની વેરા સમાધાન યોજનામાં ગુજરાતમાં ૫૧,૦૦૦ અપીલ પેન્ડિંગ હોવા છતાં માત્ર ૬૧૯૬ કરદાતાઓએ જ તેમાં ભાગ લેવાનું પસંદ કર્યું હોવાથી પ્રિન્સિપાલ ચીફ કમિશનર અમિત જૈને બાકી કરદાતાઓને પણ યોજના પૂરી થાય તે પૂર્વે તેમાં ભાગ લઈ લેવા અનુરોધ કર્યો છે.

ભારતમાં આ યોજના હેઠળ આવરી લેવા પાત્ર ૪.૮૩ લાખ કેસો પેન્ડિંગ છે. તેમના થકી રૂા. ૯.૩૨ લાખ કરોડની વેરાની આવક થઈ શકે તેમ છે. આ તમામ કેસોનો નિકાલ કરવાના ઇરાદા સાથે આ યોજના લાવવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે માત્ર ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં વેરાના વિવાદની અંદાજે ૫૧,૦૦૦અપીલ પેન્ડિંગ છે. તેમણે સરકારને રૂા. ૭૮૦૦ કરોડના વેરા ચૂકવવાના બાકી છે. ૩૧મી ડિસેમ્બરે પૂરી થઈ રહેલી આ યોજનામાં ભાગ લેનારાઓએ વેરાનીરકમ ૩૧મી માર્ચ ૨૦૨૧ સુધીમાં ચૂકવી દેવાની છૂટ આપવામાં આવી છે. ગુજરાત ચેમ્બરે આ યોજના હેઠળ કરવેરો ચૂકવવા માટે ૪થી ૫ હપ્તા કરી આપવાની દરખાસ્ત મૂકી હતી.

તેનો જવાબ આપતા પ્રિન્સિપાલ ચીફ કમિશનરે કહ્યું હતું કે આ યોજનામાં બાકી હપ્તા ચૂકવવા માટે ગુજરાત ચેમ્બર દ્વારા કરવામાં આવેલી ભલામણ અંગે સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસને ભલામણ કરવામાં આવશે. ચેમ્બરની માગણીના અનુસંધાનમાં આવકવેરા વિભાગ એક લિન્ક બનાવસે. આ લિન્ક પર ક્લિક કરીને કરદાતાઓ તેમના પ્રશ્નોની રજૂઆત કરી શકશે. આ યોજના હેઠળ ગુજરાતમાં ૭૮,૦૦૦કરોડના બાકી લેણામાંથી માત્ર ૯૬૨.૭કરોડના વેરા વિવાદ ઉકેલવા માટે ૬૧૯૬ લોકોએ અરજી કરી છે.

Download Our B K News Today App



Related News