દેશમાં આજે ફરી નોંધાયા 20 હજારથી વધારે નવા કેસ, 1.52 લાખને આંબી ગયો એક્ટિવ કેસનો આંકડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 11:28:22
  • Views : 271
  • Modified Date : 2022-07-24 11:28:22

દેશમાં આજે ફરી નોંધાયા 20 હજારથી વધારે નવા કેસ, 1.52 લાખને આંબી ગયો એક્ટિવ કેસનો આંકડો

આરોગ્ય મંત્રાલય દ્વારા રવિવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને 1,52,200 થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ 2100 વધુ છે. 

તો સાથે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,279 નવા કેસ નોંધાયા છે અને 18,143 લોકો સ્વસ્થ પણ થયા છે. તો છેલ્લા 24 કલાકમાં 36 દર્દીઓએ પણ જીવ ગુમાવ્યો હતો. મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ 5,26,033 લોકોના મોત થયા છે.

ગુજરાતમાં કેવી સ્થિતિ?

તો બીજી તરફ ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે કોરોના ઉપાધિજનક કેસો સામે આવી રહ્યા છે. દિન પ્રતિદિન વધતાં જતા પોઝિટિવ કેસોની સંખ્યાને લઈને ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે. આવી સ્થિતિમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ નોંધાયા છે અને આજે કોરોનાને કારણે અમદાવાદના એક દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ જાહેર થયું છે. ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં15 ફેબ્રુઆરીએ કોરોના પોઝિટિવ 998  કેસ આરોગ્ય તંત્રના ચોપડે નોંધાયા હતા.જેંના 158 દિવસ એટલે 5 મહિના બાદ ફરી 900 પાર કેસ નોંધાયા છે. ત્યારે જન્માષ્ટમી સહિતના તહેવારો નજીક આવી રહ્યા છે તેવામાં કોરોના કેસ વધતા લોકોમાં ચિંતા જન્મી છે.

અમદાવાદના એક દર્દીનું મૃત્યુ થયું 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 937 કેસ ઉમેરાયા છે વધુમાં અને અમદાવાદના એક કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ નીપજ્યું હોવાનું પણ જાહેર થયુ છે. ઉપરાંત કોરોનાને માત આપીને આજે કુલ 745 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદના એક દર્દીનું મૃત્યુ થયું છે. તો બીજી તરફ કોરોનાના 937 કેસ ઉમેરાતા રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 5470 પહોચી ગઈ છે અને હાલ કોરોનાગ્રસ્ત કુલ 11 દર્દીઓની સ્થિતિ ગંભીર હેવાથી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યા છે. તેમ આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયુ છે. બીજી તરફ આજે રાજ્યભરમાં કુલ 3.01 લાખ નાગરિકોનું રસીકરણ કરાયું છે અને  અત્યાર સુધી રાજ્યમાં રસીના કુલ 11.36 કરોડ ડોઝ અપાયા છે તથા હાલ ગુજરાતમાં કોરોના સામે સાજા થવાનો દર 98.68 ટકા પહોચ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

અમદાવાદમાં 311 કેસ નોંધાયા 
આજે આવેલા કોરોના પોઝિટિવ કેસોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 311 કેસ, વડોદરામાં 119 કેસ અને મહેસાણામાં 66 કેસ નોંધાયા છે તે જ રીતે ગાંધીનગરમાં 79 કેસ, સુરતમાં 69, સાબરકાંઠામાં 32 અને રાજકોટમાં 46, આણંદમાં 14, જામનગરમાં 14, પાટણમાં 14, નવસારીમાં 13, મોરબીમાં 12, અમરેલીમાં 10, પોરબંદરમાં 10 કેસ સામે આવ્યા છે. વધુમાં  ભરૂચમાં 8, ખેડામાં 7, અરવલ્લીમાં 4,   દ્વારકામાં 4, સુરેન્દ્રનગરમાં 4, જુનાગઢમાં 5, ગીર સોમનાથમાં 2, તાપીમાં 2, ભાવનગરમાં 25, બોટાદ અને દાહોદમાં એક-એક કેસ સાથે રાજ્યભરમાં 937 કેસ નોંધાયા છે. 

Download Our B K News Today App



Related News