રાજ્યમાં સિઝનનો 106 ટકાથી વધુ વરસાદ, 89 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા, સૌથી વધુ કચ્છ ઝોનમાં વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-25 15:03:49
  • Views : 458
  • Modified Date : 2020-08-25 15:03:49

        અઠવાડીયા સુધી રાજ્યભરમાં મેઘ મહેર બાદ આજે મોટા ભાગના વિસ્તારોમાં સૂર્ય નારાયણે દર્શન દીધા છે. વરાપ નીકળતા જ ખેડૂતોમાં પણ હર્ષની લાગણી જોવા મળી રહી છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ આજે 25મી ઓગસ્ટ-2020ની સવારે 6 કલાકની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 જિલ્લાના 242 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે.જેમાં રાજ્યના 10 તાલુકામાં 4 ઈંચ થી 9 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છ જિલ્લાના અબડાસા તાલુકામાં 225 મીમી એટલે કે 9 ઈંચ અને રાજકોટના ગોંડલ તાલુકામાં 179 મીમી એટલે કે 7 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદને પગલે રાજ્યના 89 જળાશયો સંપૂર્ણ છલકાયા છે.રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ 106.78 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 213.57 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 141.35 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 92.29 ટકા, ઉત્તર ગુજરાતમાં 92.22 ટકા અને પૂર્વ મધ્ય ઝોનમાં 80.35 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.રાજ્યના 49 તાલુકામાં 2 થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જેમાં જામકંડોરણા, સમી, વાડિયા, સિદ્ધપુર, મોરબી, મુન્દ્રા, નખત્રાણા, રાપર, જેતપુર, લીલીયા, ભૂજ, દિયોદર, દસાડા, કલ્યાણપુર, ગાંધીધામ, ઉપલેટા, થાનગઢ, મુળી, દ્વારકા, શંખેશ્વર, ઉમરપાડા, કોટડા સાંગાણી, વાંકાનેર, હારીજ, સાયલા, લાલપુર, વઢવાણ, બગસરા, લોધિકા, ભેસાણ, ખંભાળિયા, બાબરા, બારડોલી, ભચાઉ, ચોટીલા, દાંતા, લખતર, કલોલ, ચુડા, અંજાર, સુઈગામ, રાજકોટ, માંડવી(સુરત), જામનગર, ગરૂડેશ્વર, કુકરમુંડા, ઉંઝા, ખેરાલુ અને અમરેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 66 તાલુકામાં 1 થી 2 ઈંચ તથા 116 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવાયું છે.રાજ્યમાં થયેલ વરસાદને કારણે રાજ્યના સરદાર સરોવર સહિત 206 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમમા હાલ 2,32,719 (મિલિયન ક્યુબિક ફિટ) પાણીના સંગ્રહ સાથે કુલ સંગ્રહ શક્તિના 69.66 ટકા જેટલો થયો છે. રાજ્યના 89 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. તે ઉપરાંત 76 જળાશયો 70થી 100 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર સહિત 15 જળાશયોમાં 50થી 70 ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જ્યારે 14 જળાશયોમાં 25 થી 50 ટકા વચ્ચે જળ સંગ્રહ થયો છે. તેમજ 11 જળાશયોમાં 25 ટકાથી ઓછું પાણી સંગ્રહિત થયું છે.

Download Our B K News Today App



Related News