ગુજરાતની જેલમાં અભણ કરતા શિક્ષિત કેદીઓ વધુ, કોઈ ગ્રેજ્યુએટ તો કોઈ એન્જિનિયર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 13:40:43
  • Views : 438
  • Modified Date : 2020-09-04 13:40:43

      રાજ્યમાં હત્યા, ચોરી, લૂંટ તેમજ દુષ્કર્મ સહિતની ઘટનાઓ સતત વધી રહી છે. ત્યારે રાજ્યની અલગ-અલગ જેલોમાં આ પ્રકારની ઘટનાને અંજામ આપનાર કેદીઓ પોતાની સજા કાપી રહ્યા છે. ત્યારે નેશનલ ક્રાઈમ બ્યૂરોએ 2019માં જાહેર કરેલા આંકડા અનુસાર, રાજ્યની જેલોમાં બંધ કુલ કેદીઓમાં ગ્રેજ્યુએટ, એન્જિનિયર, તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના ભણેલા આરોપીઓ સામેલ છે. જેઓ કોઇને કોઈ ગુનાને કારણે હાલ જેલની સજા ભોગવી રહ્યા છે.નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના એક રિપોર્ટ મુજબ, ગુજરાતની જેલમાં અભણ કરતા શિક્ષિત કેદીઓની સંખ્યા વધારે છે. ગ્રેજ્યુએટ, એન્જીનિયર, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિતના કેદીઓ અલગ-અગલ ગુનાની સજા ભોગવી રહ્યા છે. રાજ્યની જેલોમાં 268 કેદીઓ એવા છે જેઓ ગ્રેજ્યુએટ છે તેમજ 108 કેદીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ થઈ ચુક્યા છે. સાથે જ 9799 કેદીઓ અડંર ટ્રાયલ છે. ત્યારબાદ 5179 કેદીઓ ધોરણ 10થી ઓછું ભણેલા છે. સાથે જ ધોરણ 10 વધુ અને ગ્રેજ્યુએશનથી ઓછું ભણેલા હોય એવા 1631 કેદીઓ જેલમાં છે. ત્યારબાદ 442 ગ્રેજ્યુએટ, 150 જેટલા ટેક્નિક્લ ડિગ્રી-ડિપ્લોમા, 213 પોસ્ટ ગ્રેજ્યુએટ કેદીઓ છે.ગુજરાતની જેલોમાં અત્યારે કેદીઓને શિક્ષણ મેળવે તે માટે ઓપન યુનિવર્સિટી સાથે વિવિધ અભ્યાસ ક્રમો પણ ચલાવવામાં આવી રહ્યાં છે જેના કારણે ઘણાં કેદીઓએ જેલમાં રહીને ડીગ્રી મેળવી હોય તેવા ય કિસ્સા છે. દર વર્ષે નિયમિતપણે આ યુનિવર્સિટીની પરિક્ષાઓ યોજવામાં આવે છે અને કેદીઓ પરીક્ષામાં ભાગ લે છે.સૌથી વધુ આરોપીઓ ખૂન અને અપહરણના ગુનામાં સજા કાપી રહ્યાં છે.ગુજરાતની 25 જેલોમાં રહેલા 13,000 કેદીઓને આ રોગચાળાથી બચાવવા માટે જેલતંત્રએ પણ આવશ્યક પ્રતિબંધો મુક્યા છે. રૂબરૂ મુલાકાત, કેદીઓને ઘરના ટિફિન ઉપરાંત કોર્ટમાં રૂબરૂ હાજરી આપવામાં ‘કાપ’ મુકી ‘વિડિયો કોન્ફરન્સ’ની સુવિધા શરૂ કરાઈ છે. જેલમાં સતત દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. સાબરમતી જેલ ખાતે કોરોના આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. કેદીઓની આરોગ્ય જાળવણી માટે તબીબી ટીમો તેમજ ઈમ્યુનિટી પાવર વધાર વઆ માટે અલગ-અલગ સંસ્થાઓની મદદ લેવામાં આવી રહી છે. અમદાવાદ રાજકોટ, વડોદરા સહિત રાજ્યની જેલમાં નવા પ્રવેશતા પ્રત્યેક કેદીનું સૌ પ્રથમ સ્કેનિંગ કરી શરીરનું તાપમાન ચેક કરવામાં આવે છે. રાજ્યની જેલોમાં કુલ 93 જેટલા ડોકટરનો સ્ટાફ છે. કેદીઓ તથા જેલ સૈનિકોને માસ્ક તેમજ જેલના સ્ટાફનું પણ સતત સ્કેનિંગ કરવામાં આવે છે.અમદાવાદ, રાજકોટ અને વડોદરા જેલમાં કેદીઓએ સુતરના કપડાંના માસ્ક બનાવી રહ્યા છે. જેલમાં નિર્મિત માસ્ક માત્ર રૂ10માં વેચાણ થઈ રહ્યું છે. જેલ કર્મચારીઓ અને કેદીઓ માટે માસ્ક બનાવવાની શરૂઆત કરાયા પછી હવે નાગરિકોની જરૂરીયાત માટે માસ્કનું વેચાણ સાબરમતી ખાતે જેલના સ્ટોર ખાતેથી કરવામાં આવી રહ્યું હોવાનું જેલ તંત્રએ જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News