ડીસાની આદર્શ શાળામાં વિદ્યાર્થીઓના પ્રવેશ મામલે મોરચો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-14 10:56:17
  • Views : 396
  • Modified Date : 2019-05-14 10:56:17

એક તરફ સરકાર દ્વારા શિક્ષણનો વ્યાપ વધારવા માટે અથાગ પ્રયાસો કરવામાં આવે છે તો બીજી તરફ ડીસાની આદર્શ હાઈસ્કૂલના સંચાલકોની મનમાની અને દાદાગીરીના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે.બનાસકાંઠાના ડીસામાં આવેલી આદર્શ હાઈસ્કૂલમાં
પણ સંચાલકોની મનમાનીના કારણે આજે વિદ્યાર્થીઓ સાથે વાલીઓને ધરણા પર બેસવાની ફરજ પડી છે.આદર્શ પ્રાથમિક  શાળામાં અભ્યાસ કરતા બાળકોને પ્રવેશ માટે માધ્યમિક શાળામાં પ્રવેશ પરીક્ષા લેવામાં આવી હતી.જેમાં ૫૮ જેટલા વિદ્યાર્થીઓ ફેઇલ થતા તેમનો પ્રવેશ અટકી ગયો હતો,  અને આ ફેલ થયેલા વિદ્યાર્થીઓને માધ્યમિકમાં પ્રવેશ ના આપતા વિદ્યાર્થીઓ રઝળી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
જેના કારણે છેલ્લાં દસ દિવસથી વાલીઓ તેમના બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા માટે ધક્કા ખાઈ રહ્યા છે.પરંતુ શાળાના સંચાલકો સંતોષકારક જવાબ ન આપતા અને તેઓની મનમાની સામે કંટાળેલા વાલીઓ  તેમના બાળકો સાથે શાળાના પ્રાંગણમાં જ ધરણા પર બેસી ગયા હતા. જ્યાં સુધી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેમની આ લડત ચાલુ રહેશે તેવું વાલીઓ દ્વારા જણાવાયું હતું.
આમ બાળકોને માધ્યમિક શાળામાં પ્રવેશ ના આપતા વાલીઓ ગુસ્સે ભરાયા છે અને શાળાના  પ્રાંગણમાં જ ધરણા પર બેસી જઈ શાળા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતા શાળા સંચાલકોએ પોલીસ બોલાવી હતી.જેના કારણે વાલીઓ વધારે ગુસ્સે ભરાયા હતા અને જો તેમના બાળકોને પ્રવેશ નહીં આપે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ચિમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ શાળાના સંચાલકો નીતિ નિયમ મુજબ જ છે બાળકોને પ્રવેશ આપશે તેમ કહી મનમાની  ભર્યુ વર્તન કરતા જાવા મળી રહ્યા છે.

Download Our B K News Today App



Related News