ગુજરાત માથે પૂરનું સંકટ, 24 કલાકમાં ચોમાસું વધુ આક્રમક બનશેઃ 19મી સુધી સુરત સહિત અતિભારે વરસાદની શક્યતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-14 16:09:21
  • Views : 707
  • Modified Date : 2020-08-14 16:09:21

    ગુજરાતમાં ઓગસ્ટ મહિનાના પ્રારંભથી સારો વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા બે દિવસથી મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાકમાં ચોમાસું વધુ આક્રમક બને તેવી શક્યતા છે. જેના કારણે આણંદ, સુરત અને સુરેન્દ્રનગર, ખેડા, નર્મદા, સુરત, ભરૂચ બનાસકાંઠા સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત અને કચ્છ પાસે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાના કારણે રાજ્યમાં ધોધમાર વરસાદનો માહોલ યથાવત્ રહેશે. આગામી 5 દિવસ 15થી 19 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.

Download Our B K News Today App



Related News