દેશમાં ચોમાસું સક્રિય, ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ : મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા, દિલ્હીમાં યલો એલર્ટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-05 12:08:26
  • Views : 365
  • Modified Date : 2022-07-05 12:08:26

દેશમાં ચોમાસું સક્રિય, ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ : મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા, દિલ્હીમાં યલો એલર્ટ

દક્ષિણ-પશ્ચિમ ચોમાસાથી આખો દેશ કવર થઈ ગયો છે. આગામી ચાર દિવસમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ થવાનો અંદાજ છે. દિલ્હી, મુંબઈ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કેરળમાં ભારે વરસાદ થવાની આગાહી છે. હવામાન વિભાગે દિલ્હી માટે મંગળવારે યલો એલર્ટ જાહેર કર્યું છે.

મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સતત વરસાદ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સવારે 8 વાગ્યાથી સાંજે 8 વાગ્યા સુધી મુંબઈના પૂર્વ ભાગમાં 58.6 મિમિ જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 78.69 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. અહીં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદ થવાની આગાહી છે.

ભારે વરસાદના કારણે મુંબઈના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી ટ્રાન્સપોર્ટ પ્રભાવિત થયું છે. અમુક વિસ્તારોમાં બસ અને લોકલ ટ્રેન પ્રભાવિત થઈ છે. બપોરે 4 વાગે હાઈટાઈડનું એલર્ટ છે. BMC અને પ્રશાસને લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. હાઈટાઈડ દરમિયાન 4થી 6 મીટર ઉંચી લહેરો આવી શકે છે.

આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ દેશના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઉત્તરી ઓરિસ્સા, તેનાથી સીધા દક્ષિણ ઝારખંડ અને પશ્ચિમ બંગાળ ઉપર લો પ્રેશર સર્જાયુ છે. તેનાથી આગામી ચાર દિવસોમાં મધ્ય ભારત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થવાની આગાહી છે.

મધ્ય પ્રદેશ: દરેક જિલ્લામાં ચોમાસુ સક્રિય
મધ્યપ્રદેશના દરેક જિલ્લામાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. પાટનગર ભોપાલમાં સોમવારે સવારથી મોડી રાતથી વરસાદ શરૂ થયો છે. રાતે 12.30 વાગ્યા સુધી 4 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે મંગળવારે એટલે કે આજે પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. હવામાન વિભાગના મત પ્રમાણે ઓરિસ્સામાં સિઝનના પહેલાં લો પ્રેશર એરિયા અને મધ્યપ્રદેશ ઉપરથી પસાર થતાં મોનસૂન ટ્રેક લાઈનની અસરના કારણે આવો વરસાદ થઈ રહ્યો છે.
સિઝનમાં પહેલીવાર આવું થયું છે જ્યારે આખા રાજ્યમાં એક સાથે ચોમાસું શરૂ થયું છે. રાજ્યના વેધર એક્સપર્ટ વેદ પ્રકાશ સિંહે જણાવ્યું છે કે, જ્યારે લો પ્રેશર એરિયા બંગાળની ખાડી નજીક બને છે ત્યારે મધ્યપ્રદેશમાં તેની વધારે અસર થાય છે. દરમિયાન વધારે વરસાદ થાય છે. સિંહે જણાવ્યું કે, હજી આવતા 3 દિવસ આવો વરસાદ થવાનો છે.

રાજસ્થાન: ચોમાસાની એન્ટ્રીના 4 દિવસમાં 142 મિમી વરસાદ
રાજસ્થાનમાં ચોમાસાની એન્ટ્રી થઈ ચૂકી છે. રાજ્યમાં ભલે ચોમાસું થોડું મોડું પહોંચ્યું છે પરંતુ મોટા ભાગના જિલ્લામાં સામાન્ય કરતા વધારે વરસાદ થઈ ગયો છે. પાટનગર જયપુરને ચોમાસાએ ચાર દિવસમાં પાણી પાણી કરી દીધું છે. અહીં વરસાદ 142 મિમી સુધી પહોંચી ગયો છે. આંકડો સામાન્ય કરતાં 74% વધારે છે.
હવામાન વિભાગના ડિરેક્ટર આરએસ શર્માએ જણાવ્યું કે, 6,7,8 જુલાઈએ રાજ્યના દક્ષિણ ભાગમાં વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પાટનગર જયપુરમાં ત્રણ-ચાર દિવસ સામાન્ય વરસાદ રહેવાનો અંદાજ છે.

UPમાં પૂર્વથી પશ્ચિમ સુધી પહોંચ્યું ચોમાસું
ઉત્તરપ્રદેશમાં પૂર્વાંચલછી એન્ટ્રી લેનાર ચોમાસું હવે પશ્ચિમી ઉત્તરપ્રદેશ તરફ પહોંચ્યું છે. સોમવારે પાટનગર લખનઉમાં વાદળા ઘેરાવા લાગ્યા છે. હવામાન વિભાગે પશ્ચિમી ઉત્તરપ્રદેશના 12 જિલ્લામાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન વિભાગે મથુરા, સહારનપુર, આગરા, ફિરોઝાબાદ, બાંદા અને મહોબામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. હાલના સમયમાં ચોમાસું મેરઠ ગૌતમબુદ્ધ નગર, પીલીભીત, હાથરસ, મૈનપુરી, કાનપુર, ઔરેયા, મઉ, પ્રયાગરાજમાં સક્રિય છે.

ઝારખંડ: 9 જુલાઈ સુધી ગરમી સહન કરવી પડશે
બંગાળની ખાડીમાંથી આવતી ભેજવાળી હવાઓ રાજ્યમાં પ્રવેશ કરી શકતી નથી. જેના કારણે ઝારખંડમાં ચોમાસું નબળું પડ્યું છે. કારણે રાંચીમાં ચાર દિવસના વરસાદ પછી સોમવારથી વાતાવરણમાં ફરી ગરમી ભળી છે. અહીં મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રીનો વધારો થયો છે. શહેરનું ન્યુમતમ તાપમાન 23.5 ડિગ્રી અને મહત્તમ 32 ડિગ્રી નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ચોમાસું નબળું હોવાના કારણે 9 જુલાઈ સુધી આવી સ્થિતિ રહેશે. 10 જુલાઈથી ફરી ચોમાસું સક્રિય થશે અને રાજ્યના દરેક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.

 

Download Our B K News Today App



Related News