મોદીએ લંડનમાં ભારતીય હાઈકમિશનની બહાર તોડફોડનો મુદ્દો ઉઠાવ્યો, જોનસને દુઃખ વ્યક્ત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-21 13:24:24
  • Views : 476
  • Modified Date : 2019-08-21 13:24:24

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મંગળવાર રાત્રે ફોન પર ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે 15 ઓગસ્ટે લંડનમાં આવેલા ભારતીય હાઈકમિશન બહાર તોડફોડ અને હિંસક પ્રદર્શન અંગેનો મુદ્દો ઉઠાવ્યો હતો. જો કે, આ ઘટના અંગે જોનસને દુઃખ વ્યક્ત કરી પુરે પુરી સુરક્ષા આપવા માટેના જરૂરી પગલા લેવાની વાત કરી હતી.15મી ઓગસ્ટે પાકિસ્તાન અને ખાલિસ્તાનના સમર્થક પ્રદર્શનકારીઓએ ભારતીય ધ્વજનું અપમાન કર્યું હતું. આ દરમિયાન હાઈકમિશનની બિલ્ડીંગ પર પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે લંડન પોલીસે આ ઘટના અંગે ધીમી ગતિએ કાર્યવાહી કરી હતી. પ્રદર્શન બાદ ભારતીય અધિકારીઓએ બ્રિટનમાં સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.જોનસને કાશ્મીરને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યોઃ મોદી સાથે ચર્ચા કરતી વખતે જોનસને કાશ્મીર મુદ્દાને ભારત-પાકિસ્તાનનો દ્વિપક્ષીય મુદ્દો ગણાવ્યો છે. જોનસને કહ્યું કે, બ્રિટેનના મત પ્રમાણે કાશ્મીર વિવાદનું દ્વિપક્ષીય રીતે સમાધાન લાવવું જોઈએ.મોદી-જોનસન G-7 સમિટમાં મળશેઃ વડાપ્રધાન મોદીએ જોનસનને વડાપ્રધાન બનવા અંગેની શુભકામનાઓ પાઠવી. બન્ને વચ્ચે વ્યાપાર અને આર્થિક સંબંધોને સુયોગ્ય બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. વડાપ્રધાન કાર્યાલય તરફથી કહેવાયું હતું કે બન્ને નેતાઓ વચ્ચે ક્લાઈમેટ ચેન્જ અને ISIS જેવા આતંકી સંગઠનોના ખતરાઓ અંગે પણ વાતચીત થઈ હતી. મોદી અને જોનસન આ સપ્તાહે ફ્રાંસમાં યોજાનારી G-7 સમિટમાં મુલાકાત કરશે. અહીં બન્ને વચ્ચે અલગ-અલગ વિવાદો પર વિસ્તૃત ચર્ચા પણ થઈ શકે છે. 

Download Our B K News Today App



Related News