મોદીએ કહ્યું- કોરોના વેક્સિન માટે હવે વધારે રાહ જોવાની નથી, થોડાક સપ્તાહમાં રસી તૈયાર થશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 13:19:19
  • Views : 462
  • Modified Date : 2020-12-04 13:20:25

    સરકારે કોરોના અંગે આજે ઓલ પાર્ટી મીટિંગ(સર્વપક્ષીય બેઠક) શરૂ થઈ ગઈ છે. વિડિયો-કોન્ફરન્સ દ્વારા આ મીટિંગની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરી રહ્યાં છે.તેમણે કહ્યું કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાક સપ્તાહમાં રસી તૈયાર થઈ જશે. વેક્સિન કંપનીઓ સાથે ચર્ચા પછી મોદીની આ પહેલી અને મહત્વની બેઠક છે.મીટિંગમાં મોદી સાથે જ રક્ષામંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધનના સામેલ થવાની આશા છે. સંસદીય કાર્યમંત્રી     પ્રહલાદ જોશી અને સંસદીય કાર્ય રાજ્ય મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ સામેલ થશે. આ મીટિંગ એવા વખતે બોલાવવામાં આવી છે જ્યારે દિલ્હીમાં કોરોનાના વધતા કેસને કારણે સંસદના શિયાળુ સત્રને બજેટ સત્ર સાથે મર્જ કરવાની ચર્ચા ચાલી રહી છે.મોદી કોરોનાની સ્થિતિ સાથે જ વેક્સિન ડેવલપમેન્ટ પર પણ સતત નજર રાખી રહ્યા છે. તેમણે 30 નવેમ્બરે વિડિયો-કોન્ફરન્સ દ્વારા જેનોવા બાયોફાર્મા, બાયોલોજિકલ ઈ અને ડો. રેડ્ડીઝની ટીમ સાથે ચર્ચા કરી હતી. વડાપ્રધાને તેમને સલાહ આપી કે સામાન્ય લોકોને વેક્સિનની અસર જેવી વાતો વિશે સરળ શબ્દોમાં સમજાવવા માટે એક્ટ્રા એફર્ટ લગાવો.

TMCના સુદીપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ’બ્રાયન
બીજુ જનતા દળથી ચંદ્રશેખર સાહુ
YSRCPમાથી વિજયસાઈ રેડ્ડી અને મિથુન રેડ્ડી
AIMIMથી ઈમ્તિયાઝ જલીલ
શિવસેનાથી વિનાયક રાઉત
JDUથી આરસીપી સિંહ
અન્નાદ્રમુકથી નવનીત કૃષ્ણન
દ્રમુકમાંથી TRK બાલુ અને તિરુચિ શિવા
JDSથી એચડી દેવગૌડા
NCPમાંથી શરદ પવાર
સપામાંથી રામગોપાલ યાદવ
બસપામાંથી સતીશચંદ્ર મિશ્રા
RJDમાંથી પ્રેમચંદ્ર ગુપ્તા
TDPમાંથી જયદેવ ગલ્લા
AAPમાંથી સંજય સિંહ
TRSમાંથી નાગેશ્વર રાવ
લોક જનશક્તિ પાર્ટીમાંથી ચિરાગ પાસવાન
અકાલી દળમાંથી સુખબીર બાદલ
    
    આ પહેલાં વડાપ્રધાને 28 નવેમ્બરે પુણેના સિરમ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ઝાયડ્સ, બાયોટેક પાર્ક અને હૈદરાબાદમાં ભારત બાયોટેક ફેસેલિટીની મુલાકાત કરી વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરી હતી.કોંગ્રેસમાંથી અધીર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ.



Download Our B K News Today App



Related News