વડાપ્રધાને કહ્યું- MSP ન બંધ થશે, ન ખતમ થશે; કેટલાક લોકો ખેડૂતોને ડરાવીને રાજનીતિ ચમકાવી રહ્યા છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 15:05:41
  • Views : 458
  • Modified Date : 2020-12-18 15:05:41

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા મધ્યપ્રદેશના ખેડૂતોને સંબોધન કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે કેટલાક લોકો ખેડૂતોના ખભા પર રાખીને બંદૂક ચલાવી રહ્યા છે. કૃષિ સુધારણા પર જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે. આજે ખેડૂતોના ખાતામાં કોઈ વચેટિયા વગર 1600 કરોડ જમા કરવામાં આવી રહ્યા છે. ટેક્નોલોજીનાને કારણે આ શક્ય બન્યું છે.ભારતે આ જે આધુનિક સિસ્ટમ બનાવી છે તેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. આજે અહીંના ઘણા ખેડુતોને ક્રેડિટ કાર્ડ સોંપવામાં આવ્યાં છે. પહેલાં દરેકને તે મળતું ન હતું. અમારી સરકારેઆ માટેના નિયમોમાં ફેરફાર કર્યા. હવે ખેડુતોને ખેતી માટે જરૂરી મૂડી મળી રહી છે. ખેડુતોને હવે લોન લેવાની મુક્તિ મળી છે.સમય આપણી રાહ જોતો નથી. ઝડપથી બદલાતા માહોલમાં ભારતનાં ખેડુતો સુવિધાઓના અભાવને કારણે પાછળ રહી શકે છે, આ યોગ્ય નથી. 25-30 વર્ષ પહેલાં જે કામ થવું જોઈતું હતુ, તે હવે થઈ રહ્યું છે. છેલ્લા 6 વર્ષમાં સરકારે ખેડૂતોને ધ્યાનમાં રાખીને અનેક પગલા લીધા છે. નવા કાયદાઓની ઘણી ચર્ચા થઈ રહી છે. આ કાયદાઓ રાતોરાત આવ્યા ન હતા. 20-22 વર્ષ સુધી દેશ અને રાજ્યોની સરકારો, ખેડૂત સંગઠનોએ તેની ચર્ચા કરી. કૃષિ અર્થશાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો આ ક્ષેત્રમાં સુધારાની માંગ કરતાં આવ્યા છે.

    ખેડુતોએ તે લોકો લોકો પાસેથી જવાબો માંગવા જોઈએ જે લોકો પોતાના મેનિફેસ્ટોમાં સુધારો કરવાના વચનો આપતા હતા, પરંતુ માંગણીઓ ટાળતા રહ્યા, ખેમ કે ખેડૂતો પ્રાથમિકતામાં ન હતા. જુના મેનિફેસ્ટો જુઓ, જુના નિવેદનો સાંભળવામાં આવે તો આજે જે કૃષિ સુધારણા કરવામાં આવ્યા છે તે તેવા જ છે જેવી વાતો કરવામાં આવી હતી. તેમને દર્દ તે વાતનું છે કે જે અમે કહ્યું તે મોદીએ કેવી રીતે કરી લીધું. મોદીને ક્રેડિટ કેમ મળે? હું કહું છું કે બધી ક ક્રેડિટ પોતાની પાસે રાખી લો, પરંતુ ખેડૂતોને સરળતાથી રહેવા ડો. હવે અચાનક જુઠ્ઠાણું ફેલાવીને ખેડૂતોના ખભા પર બંદૂક રાખીને ગોળી મારવામાં આવી રહી છે.વધુ અપડેટ કરી રહ્યા છીએ...



Download Our B K News Today App



Related News