મોદી કહે છે કોરોના ગયો નથી, પણ તંત્રનો વડોદરાને કાગળ પર કોરોનામુક્ત કરવાનો કારસો, 15 દિવસમાં 22% ઓછા ટેસ્ટ કરીને 16% કેસ ઘટાડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 13:49:30
  • Views : 402
  • Modified Date : 2020-10-22 13:49:30

            એક તરફ PM મોદી દેશમાં કોરોના ગયો નથી અને માસ્ક પહેરવા સહિતની સાવચેતીઓ રાખવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે વડોદરા તંત્ર શહેરને કાગળ પર કોરોનામુક્ત કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. વડોદરા શહેરમાં 7 ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 4572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે 21 ઓક્ટોબરના રોજ કોરોનાના ટેસ્ટ ઘટાડીને 3566 કરી દેવામાં આવ્યા હતા. આમ 15 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 22 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 7 ઓક્ટોબરના રોજ કોરોનાના પોઝિટિવ કેસ 116 નોંધાયા હતા. જે 21 ઓક્ટોબરના રોજ ઘટીને 98 થઇ ગયા હતા. આમ સરેરાશ કેસમાં 16 ટકાનો ઘટાડો થયો છે. આમ કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવતા કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.એક તરફ PM મોદી દેશમાં કોરોના ગયો નથી અને માસ્ક પહેરવા સહિતની સાવચેતીઓ રાખવાની સલાહ આપી રહ્યા છે, ત્યારે વડોદરા તંત્ર શહેરને કાગળ પર કોરોનામુક્ત કરવાની તૈયારી કરી રહ્યું હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યું છે. વડોદરા શહેરમાં 7 ઓક્ટોબરના રોજ એક જ દિવસમાં કોરોનાના સૌથી વધુ 4572 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે 21 ઓક્ટોબરના રોજ કોરોનાના ટેસ્ટ ઘટાડીને 3566 કરી દેવામાં આવ્યા હતા. આમ 15 દિવસમાં કોરોનાના ટેસ્ટમાં 22 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને 7 ઓક્ટોબરના રોજ કોરોનાના પોઝિટિવ કેસ 116 નોંધાયા હતા. જે 21 ઓક્ટોબરના રોજ ઘટીને 98 થઇ ગયા હતા. આમ સરેરાશ કેસમાં 16 ટકાનો ઘટાડો થયો છે. આમ કોરોનાનું ટેસ્ટિંગ ઘટાડી દેવામાં આવતા કોરોના પોઝિટિવ કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.19 ઓક્ટોબરના રોજ વડોદરા શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ 135 પોઝિટિવ કેસ નોંધાયા હતા. તે દિવસે 4256 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. વડોદરા શહેરમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થયા પછી ટેસ્ટિંગ ઘટાડવાનું શરૂ કરી દેવાતા કોરોના કેસમાં પણ સતત ઘટાડો થઇ રહ્યો છે. જોકે આ ઝડપે જ કોરોના ટેસ્ટ ઓછા કરવામાં આવશે, તો આગામી ઉત્તરાયણ સુધીમાં વડોદરા કાગળ પર કોરોના મુક્ત થઇ જશે તે નક્કી છે.

Download Our B K News Today App



Related News