મોદી સરકાર 2.0માં વાગ્યો ડંકો: રાજકારણના અસલી ચાણ્કય સાબિત થયા ‘શહેન’ શાહ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 13:24:22
  • Views : 491
  • Modified Date : 2019-09-13 13:24:22

નરેન્દ્ર મોદી સરકારના બીજા કાર્યકાળના 100 દિવસમાં ગૃહ મંત્રાલયે જબરદસ્ત કાર્ય કર્યું છે. કલમ 370ની અંતર્ગત જમ્મુ-કાશ્મીરને મળેલ ખાસ દરજ્જાની સમાપ્તિ, અસમમાં એનઆરસીનું પ્રકાશન, અને 4 મોસ્ટ વોન્ટેડ હેવાનોને આતંકી જાહેર કરવાનું કાર્ય ગૃહ મંત્રાલયે કર્યું છે. ગુરૂવારના રોજ જાહેર કરાયેલી પુસ્તિકામાં NIA એકટમાં સંશોધન દ્વારા તપાસ એજન્સીના અધિકાર ક્ષેત્રના વિસ્તાર અને તેની શક્તિઓમાં વધારાને પણ મુખ્યત્વે ઉપલબ્ધિ તરીકે બતાવાયા છે. એક્ટમાં સંશોધન બાદ NIAને હવે વિદેશમાં પણ ભારતીય નાગરિકો સાથે જોડાયેલા આતંકવાદી મામલાઓની તપાસનો અધિકાર છે.પુસ્તિકામાં ગૃહમંત્રી અમિત શાહે લખ્યું છે કે મોદી સરકાર રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ગરીબોના કલ્યાણનો પર્યાય છે. તેમણે લખ્યું છે, ‘આ (મોદી સરકાર) સમાજના દરેક તબક્કા માટે આશાનું પ્રતીક છે. મોદી 2.0ના 100 દિવસમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેટલાંય એવા ઐતિહાસિક નિર્ણય લીધા છે, જેની દરેક ભારતીય છેલ્લાં 70 વર્ષથી રાહ જોઇ રહ્યા હતા.’સંવિધાનની કલમ 370 (3)ના સંસદની ભલામણ પર પ્રેસિડન્ટ ઑર્ડર દ્વારા જમ્મુ-કાશ્મીરને મળેલ ખાસ દરજ્જાને ખત્મ કર્યો. પુસ્તિકાના મતે આ પ્રક્રિયામાં સંવિધાનની તમામ જોગવાઇઓનું પાલન કરવામાં આવ્યું. જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલ 2019એ કાયદાનું રૂપ લીધું, તેના અંતર્ગત 31 ઑક્ટોબર 2019ના રોજ બે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ અસ્તિત્વમાં આવશે. પુસ્તિકામાં તેનો પણ ઉલ્લેખ કરાયો છે. ગૃહ મંત્રાલયની ઉપલબ્ધિઓ અંગે બતાવનાર પુસ્તિકામાં કલમ 35 એની અંતર્ગત જમ્મુ-કાશ્મીરના લોકોને સંપત્તિના સંદર્ભમાં મળેલ વિશેષાધિકારને ખત્મ કરવા, આ વર્ષે અમરનાથ યાત્રીઓની સંખ્યામાં 20 ટકાનો વધારો થવાનું પણ સામેલ કરાયું છે.મોદી 2.0ના પહેલાં 100 દિવસમાં જ જૈશ-એ-મોહમ્મદ ચીફ મસૂદ અઝહર, અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમ અને લશ્કર-એ-તૈયબા સંસ્થાપર હાફિઝ મોહમ્મદ સઇદને સંશોધિત UAPA કાયદાની અંતર્ગત આતંકી જાહેર કરાયો. આ સિવાય ન્યૂયોર્ક આધારિત ‘સિખ્સ ફોર જસ્ટિસ’ને આ કાયદાની અંતર્ગત પ્રતિબંધિત સંગઠન જાહેર કરાયું.અસમમાં કાયદેસરની રહેવાસીઓની યાદી વાળી નેશનલ રજીસ્ટર ઓફ સિટિજન્સ (NRC)ના પ્રકાશનને પણ ગૃહ મંત્રાલયે પોતાની મહત્વપૂર્ણ ઉપલ્બિધ બતાવી છે. NRCને ગેરકાયદે પ્રવાસીઓની ઓળખ કરવા અને તેમને ડિપોર્ટ કરવાના ઉદ્દેશથી તૈયાર કરાયા. ગૃહમંત્રાલયે કહ્યું કે 1000 વધુ ફોરેનર ટ્રિબ્યુનલ્સની સ્થાપનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. મંત્રાલયે કહ્યું કે મોદી 2.0ના પહેલાં 100 દિવસમાં સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસના કર્મચારીઓની રિટાયર્ડની ઉંમર વધારીને 60 વર્ષ કરાઇ.

Download Our B K News Today App



Related News