મોદી સરકાર ધર્માંતરણ કરાવવા પર પ્રતિબંધ મુકતો કાયદો લાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-11 16:42:28
  • Views : 559
  • Modified Date : 2019-08-11 16:42:28

ત્રિપલ તલાક, કલમ 370 નાબૂદી બાદ હવે મોદી સરકાર વધુ એક મોટુ બિલ પસાર કરવા માટેની વેતરણમાં છે.

મોદી સરકાર આગામી લોકસભા સત્રમાં ધર્માંતરણ વિરોધી બિલ મુકવા માટે વિચાર કરી રહી છે. ભાજપ સાથે સંકળાયેલી થિન્ક ટેન્ક બહુ સમયથી આ બિલ લાવવા માટે માંગ કરી રહી છે. ખાસ કરીને પૂર્વોત્તર રાજ્યો, કેરાલા અને યુપીમાં લોકોનુ લલચાવીને અને પ્રલોભન આપીને ધર્માંતરણ કરાવાતુ હોવાની ખબરો છાશવારે સામે આવતી હોય છે.

આ સ્થિતિમાં સરકાર ધર્માંતરણ રોકવા માટે બિલ લાવી શકે છે. ગત સરકારમાં વૈકેયા નાયડુએ તમામ પક્ષોને ધર્માંતરણ સામે એક કાયદો બનાવવા માટે અપીલ કરી હતી પણ તે વખતે વાત આગળ વધી નહોતી. હવે બીજી ઈનિંગમાં આ બિલ મુકાય તેવી શક્યતા છે. ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના વકીલ અશ્વિની ઉપાધ્યાયનુ કહેવુ છે કે, દેશના સંખ્યાબંધ રાજયોમાં હિન્દુઓ પહેલા જ લઘુમતીમાં આવી ગયા છે. આમ છતા હિન્દુઓનુ મોટા પાયે ધર્મપરિવર્તન થઈ રહ્યુ છે.

તેમના મતે આ યોજના બહુ પ્લાનિંગ સાથે આગળ વધારાઈ રહી છે. જો તેને રોકવામાં ના આવી તો આવનારો સમય વધારે ભયંક રહેશે. ધર્માંતરણ કરાવનારા ગરીબ ખેડૂતો, શ્રમિકો, દલિતો અને પછાત વર્ગને જ ટાર્ગેટ કરે છે. તેમણે હવે શહેરોમાં પણ જાળ ફેલાવવાનુ શરૂ કરી દીધુ છે. હવે પંજાબ અને હરિયાણા સુધી તેઓ પોતાના પગ ફેલાવી રહ્યા છે. કેટલાક રાજ્યોમાં ધર્માંતરણ સામે કાયદા છે પણ તે બહુ નબળા છે. આ માટે કોઈને હજી સુધી સજા થઈ નથી.

Download Our B K News Today App



Related News