મોદી સરકારને ઝટકોઃ ભારતનાં GDP વિકાસ દર કરતાં નેપાળ અને બાંગ્લાદેશ પણ આગળ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-04 11:48:39
  • Views : 523
  • Modified Date : 2019-09-04 11:48:39

ગયા શુક્રવારનાં રોજ કેન્દ્રીય આંકડાકીય કાર્યાલય એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી)નાં આંકડાઓ રજૂ કર્યા છે. આ આંકડાઓથી ખ્યાલ આવ્યો કે દેશનાં આર્થિક વિકાસનો દર ઘટીને 5 ટકા રહી ગયો છે. અંદાજે 7 વર્ષમાં ભારતનાં વિકાસ દરની આ સૌથી ધીમી ગતિ છે. મહત્વની વાત એ છે કે જીડીપીનાં મામલામાં અમે બાંગ્લાદેશ અને નેપાળથી પાછળ છીએ. પરંતુ ચીન અમારી તુલનામાં આગળ છે.કયા દેશની કેવી હાલત?

- બાંગ્લાદેશનો જીડીપી (GDP) 7.90 ટકા રહી.

- નેપાળનો જીડીપી 7.10 પર છે.

- ચીનનો જીડીપી વૃદ્ધિદર 6.2 ટકા હતો, જે તેનાં 27 વર્ષનાં ઇતિહાસમાં સૌથી ઓછો છે.

- હંગેરી અને મલેશિયાનો જીડીપી અનુક્રમે 4.90 ટકા છે.

- યુક્રેન અને પોલેન્ડનો જીડીપી અનુક્રમે 4.60 ટકા અને 4.50 ટકા છે.

- અમેરિકાનો જીડીપી ગ્રોથ 2.30 ટકા રહ્યો છે.

- UAEનો જીડીપી 2.20 ટકા અને દક્ષિણ કોરિયાનો જીડીપી 2.10 ટકા પર છે.

- ઑસ્ટ્રેલિયા અને ઈરાનનો જીડીપી ક્રમશઃ 1.80 ટકા છે.

- સાઉદી અરેબિયા અને સ્વિટ્ઝર્લન્ડનો જીડીપી 1.70 ટકા છે.

- ફ્રાન્સનો જીડીપી 1.40 ટકાનાં દરથી વધી રહ્યો છે.

- જાપાન અને બ્રિટેનનો જીડીપી અનુક્રમે 1.20 ટકાનાં દરથી વધી રહ્યો છે.

તમને અહીં જણાવી દઇએ કે દેશનાં જીડીપીને નક્કી કરવાની રીત અલગ હોય છે. ભારતમાં કેન્દ્રીય સાંખ્યિકી કાર્યાલય એટલે કે સીએસઓ ઉત્પાદન અને સેવાઓનાં મૂલ્યાંકન માટે એક આધાર વર્ષ એટલે કે બેસ ઇયર નક્કી કરે છે.શું છે જીડીપી અને આપ કેવી રીતે થાઓ છો પ્રભાવિત?હકીકતમાં કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) કોઇ પણ દેશનાં નાણાંકીય આરોગ્યને (Financial health) માપવા માટે સૌથી મહત્વનો હોય છે. જીડીપી કોઇ ખાસ સમય દરમ્યાન દેશની અંદર વસ્તુ અને સેવાઓનાં પ્રોડક્શનની કુલ કિંમત છે. ભારતમાં જીડીપીની ગણના દર ત્રીજા મહીને અથવા ક્વાર્ટરનાં આધાર પર હોય છે.



Download Our B K News Today App



Related News