મોદી સરકારે રમ્યો એવો દાવ કે આર્ટિકલ 35-A આપમેળે જ થઇ ગયું ખત્મ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-09 15:21:29
  • Views : 476
  • Modified Date : 2019-08-09 15:21:29


કેવી રીતે ખુદ ખત્મ થઇ ગયું આર્ટિકલ 35-A

સુપ્રીમ કૉર્ટમાં આર્ટિકલ 370 અને 35-Aને લઇને પિટિશન દાખલ કરનારા બીજેપી નેતા અશ્વિની ઉપાધ્યાયનું કહેવું છે કે આર્ટિકલ 370 (3)માં રાષ્ટ્રપતિને શક્તિ આપવામાં આવી હતી કે તેઓ જ્યારે ઇચ્છે ત્યાં સુધી જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર મળશે. આવામાં જ્યારે 370(3)ને જ ખત્મ કરી દેવામાં આવ્યું તો રાષ્ટ્રપતિને મળનારો પાવર પણ ખત્મ થઇ ગયો. જ્યારે રાષ્ટ્રપતિનો પાવર ખત્મ થઇ ગયો તો પછી ફક્ત તેમના આદેશથી લાગુ થનારો અનુચ્છેદ 35-એ જ ટકી રહી શકે છે. આ સાથે રાષ્ટ્રપતિ દ્વારા 35-એ અંતર્ગત જમ્મુ-કાશ્મીરનાં આપવામાં આવેલા વિશેષાધિકાર સ્વંય રદ્દ થઇ જાય છે. અહીં જણાવી દઇએ કે 35-A લાગુ કરતા સમયે સસંદીય પ્રક્રિયાઓનું પાલન નહોતુ કરવામાં આવ્યું. તાત્કાલીન રાષ્ટ્રપતિનાં આદેશથી જ આને લાગુ કરવામાં આવ્યું હતુ.

મૂળ સંવિધાનનો ભાગ નહોતો આ અનુચ્છેદઅનુચ્છેદ 35-A આઝાદીનાં 7 વર્ષ બાદ એટલે કે 1954માં સંવિધાનમાં જોડવામાં આવ્યું હતુ. આ અનુચ્છેદ નેહરૂ કેબિનેટની ભલામણો પર તાત્કાલિન રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદનાં એક આદેશથી સંવિધાનમાં જોડવામાં આવ્યો હતો. આનો આધાર છે 1952માં પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂ અને જમ્મુ-કાશ્મીરનાં તત્કાલીન પ્રધાનમંત્રી શેખ અબ્દુલ્લાની વચ્ચે થયેલું દિલ્હી એગ્રીમેન્ટ, જેમાં ભારતીય નાગરિકતાનાં મામલે જમ્મુ-કાશ્મીરનાં સંદર્ભે રાજ્યનો વિષય માનવામાં આવ્યું.કયો વિશેષ અધિકાર આપે છે આ અનુચ્છેદ35-A સંવિધાનનો એ અનુચ્છેદ છે જેનાં અંતર્ગત સ્થાયી નિવાસીઓનાં માટે નિયમ નક્કી થયા છે. આ અનુચ્છેદ અંતર્ગત કાશ્મીરનાં સ્થાયી નિવાસીઓને વિશેષ અધિકાર અને સુવિધાઓ આપવામાં આવી છે જે નોકરીઓ, સંપત્તિની ખરીદી-મિલકત, સ્કોરલરશિપ, સરકારી મદદ અને કલ્યાણકારી યોજનાઓ સાથે જોડાયેલી સુવિધાઓ સાથે સંબંધિત છે. અનુચ્છેદ 35-A સાથે જોડાયેલી ખાસ વાત એ છે કે આને બનાવતા સમયે સંસદીય પ્રણાલીથી કાયદો બનાવવાની જગ્યાએ રાષ્ટ્રપતિનાં આદેશ દ્વારા આને સંવિધાનમાં જોડવામાં આવ્યું. જ્યારે સંવિધાનનો અનુચ્છેદ 368(i) સંવિધાનમાં કોઈપણ સંશોધનનો અધિકાર ફક્ત સંસદને આપે છે. 1961માં આ મામલો અદાલતની સામે આવ્યો હતો કે રાષ્ટ્રપતિ 370 અંતરગત સંસદને બાયપાસ કરીને સંવિધાનમાં સંશોધનનો અધિકાર રાખે છે. જો કે અદાલતનાં નિર્ણયમાં આ વાતનો ત્યારે જવાબ નહોતો મળ્યો.શું જોગવાઈઓ છે અનુચ્છેદ 35-Aમાં– અનુચ્છેદ 35-Aથી જમ્મુ-કાશ્મીર રાજ્ય માટે સ્થાયી નાગરિકાતનો નિયમ અને નાગરિકતાનાં અધિકાર નક્કી થાય છે.– જમ્મુ-કાશ્મીર સરકાર તે લોકોને સ્થાયી નિવાસી માને છે જે 14 મે 1954નાં પહેલા કાશ્મીરમાં વસી ગયા હતા.– આવા સ્થાયી નિવાસીઓને રાજ્યમાં જમીન ખરીદવા, રોજગાર મેળવવા અને સરકારી યોજનાઓમાં લાભ માટે અધિકાર મળે છે.– કોઈ બીજા રાજ્યનો નિવાસી જમ્મુ-કાશ્મીરમાં જઇને સ્થાઈ નિવાસી તરીકે વસી શકતો નહોતો.– કોઈ બીજા રાજ્યનો નિવાસી ના તો કાશ્મીરમાં જમીન ખરીદી શકે છે, કે ના તો રાજ્ય સરકાર તેમને નોકરી આપી શકે છે.– જો જમ્મુ-કાશ્મીરની મહિલા ભારતનાં કોઈ બીજા રાજ્યનાં વ્યક્તિ સાથે લગ્ન કરે છે તો અધિકાર છીનવાઈ જાય છે. જો કે પુરૂષોનાં મામલે આ નિયમ અલગ છે.ઉદાહરણ માટે જમ્મુ કાશ્મીરનાં પૂર્વ સીએમ ઉમર અબ્દુલ્લાની બહેન સારા અબ્દુલા રાજ્ય બહારનાં વ્યક્તિ સાથે લગ્ન કર્યા બાદ સંપત્તિ અધિકારથી વંચિત રહી ગઇ હતી, જ્યારે ઉમર અબ્દુલ્લાનાં લગ્ન પણ રાજ્યની બહારની મહિલા સાથે થયા, પરંતુ તેમના બાળકોને રાજ્યનાં તમામ અધિકારો મળે છે. પિટિશનમાં આ પ્રકારનાં ભેદભાવપૂર્ણ નિયમોને ખત્મ કરીને સંપૂર્ણ દેશમાં એક જેવો કાયદો લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી. હવે 35-Aને ખત્મ કરાતા દેશમાં એક રાષ્ટ્ર-એક કાયદાની માંગ તેજ બની છે.

Download Our B K News Today App



Related News