મોદીએ તુર્કીનો પ્રવાસ રદ કર્યો, સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનનો સાથ આપવા પર ભારત સરકારની નારાજગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 18:19:36
  • Views : 517
  • Modified Date : 2019-10-20 18:19:36

ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ મહિને પ્રસ્તાવિત તુર્કી પ્રવાસ રદ કર્યો છે. આ નિર્ણય કાશ્મીર મુદ્દે તુર્કીના વલણને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. જો કે, 24 સપ્ટેમ્બરે તુર્કીના રાષ્ટ્રપતિ રેજેપ તૈય્યપ અર્દૌઆને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાન દ્વારા કાશ્મીર મુદ્દાને ઉઠાવવાનું સમર્થન કર્યું હતું.

અર્દૌઆને કહ્યું હતું કે, ન્યાય અને વાતચીતના આધારે સમસ્યાનું સમાધાન કરવું જોઈએ, લડી ઝઘડીને નહીં. દક્ષિણ એશિયાની સ્થિરતા અને સમૃદ્ધિને કાશ્મીર મુદ્દે અલગ ન કરી શકાય. સાથે જ ટેરર ફંડિંગ અને મની લોન્ડરિંગ પર લગામ લગાવનારી આંતરરાષ્ટ્રીય સંસ્થા ફાઈન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF)માં પણ તુર્કી, મલેશિયા અને ચીન સાથે પાકિસ્તાનના સમર્થનમાં ઊભું હતું.

કાશ્મીર ભારતનો આંતરિક મામલોઃરવીશ કુમાર
મહાસભામાં કાશ્મીર પર તુર્કીના નિવેદનો પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું હતું કે, કાશ્મીર ભારતનો આંતરિક મામલો છે. બન્ને દેશો વચ્ચે સારી મિત્રતા છે. પરંતુ તુર્કી તરફથી ભારત વિરુદ્ધ નિવેદન આવવું તથ્યાત્મક રીતે ખોટું છે. અમે તુર્કી સરકારને કહીશું કે તે કોઈ પણ નિવેદન આપતા પહેલા સાચી વાસ્તવિકતાને સમજી લે

Download Our B K News Today App



Related News