લોકડાઉનની અપીલ છતાંય લાપરવાહી મોદી લાલઘુમનવી દિલ્હી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-24 14:57:45
  • Views : 493
  • Modified Date : 2020-03-24 14:57:45

લોકડાઉનની અપીલ છતાંય લાપરવાહી  મોદી લાલઘુમનવી દિલ્હી

કોરોના વાયરસના કારણે દેશના જુદા જુદા ભાગોમાં લોકડાઉનની અપીલ હોવા છતાં રવિવારના દિવસે પણ કેટલાક લોકો ગંભીર દેખાયા ન હતા. આ પ્રકારના લોકો એ કામ કરતા દેખાયા હતા જેનાથી બચવા માટેની સલાહ આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે લોકોની આ પ્રકારની લાપરવાહીને લઇને નારાજગી વ્યક્ત કરી છે. સાથે સાથે લોકડાઉન સાથે સંબંધિત નિયમોને કઠોર રીતે પાળવા માટે રાજ્યોને સ્પષ્ટ આદેશ આપ્યો હતો. આજે સવારે ટ્‌વીટર મારફતે મોદીએ નારાજગી વ્યક્ત કરી હતી. મોદીએ ટ્‌વીટર પર લખ્યુ છે કે કોરોનાને લઇને કરવામાં આવેલા લોકડાઉન વેળા પણ હજુ કેટલાક લોકો એવા છે જે તમામ બાબતોને ગંભીરતા સાથે લઇ રહ્યા નથી. મોદીએ લખ્યુ છે કે લોકડાઉનને હજુ પણ કેટલાક લોકો ગંભીરતા સાથે લઇ રહ્યા નથી. તમામ લોકો પોતાને અને પરિવારને બચાવવા માટેનુ હાલમાં કામ કરે તે જરૂરી છે. તમામ દિશાનિર્દેશોને જારદાર રીતે પાળવામાં આવે તે જરૂરી છે. રાજ્યોને પણ મોદીએ લોકડાઉનના નિયમોને પાળવા માટે સુચના આપી છે.વડાપ્રધાનની અપીલ પર દેસભરમાં લોકોએ ગઇકાલે જનતા કર્ફ્યુ પાળીને જારદાર નિયમો પાળ્યા હતા. આને લઇને મોદીએ ગઇકાલે લોકોનો આભાર પણ માન્યો હતો. સાથે સાથે કહ્યુ કે કે પડકાર ગંભીર છે. જા કે હવે કેટલાક એવા ફોટા આવ્યા છે જે દર્શાવે છે કે લોકોમાં લાપરવાહી દેખાઇ રહી છે. કેટલાક લોકો ના પાડવામાં આવી હોવા છતાં માર્ગ પર ઉતરીને સાથે દેખાઇ રહ્યા હતા. સાથે સાથે એક સાથે ભેગા પણ થયા હતા.


Download Our B K News Today App



Related News