20 વર્ષીય વિદ્યાર્થિનીને 200 વર્ષનું કેલેન્ડર મોંઢે,ગણતરીની સેકન્ડમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 15:08:21
  • Views : 611
  • Modified Date : 2019-11-19 15:08:21

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે 20 વર્ષીય વિદ્યાર્થિનીએ એવી સિદ્ધિ હાંસલ કરી છે કે જે સાંભળીને નવાઇ લાગશે. આ વિદ્યાર્થિનીએ છેલ્લા 200 વર્ષનું કેલેન્ડર મોંઢે કર્યુ છે. 200 વર્ષના કેલેન્ડરમાં તમે કોઈ પણ મહિનાની તારીખ બોલો તો 20 સેકન્ડમાં જ તે તારીખે કયો વાર હતો તે કહી બતાવી છે. તેની આ મહારથને કારણે તેને અનેક મેડલ મળ્યા છે.
દાદાની સિદ્ધિ વારસામાં પિતાએ જ્ઞાન આપ્યું
બડોલી ગામની હેલી પ્રજાપતિ નામની એક વિદ્યાર્થિની છે. તેને 200 વર્ષનું કેલેન્ડર મોંઢે છે. તેના જણાવ્યા મુજબ, તેના દાદા આ મહારથ હાંસલ કર્યો હતો. જે સમયાંતરે તેણે મારા પિતાને શીખવાડ્યું હતું. મારા પિતાજી હાલ સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સામાન્ય રીતે આજના ટેકનિકલ સમયમાં દરેક મા-બાપ પોતાના બાળકોને સાયન્સમાં મૂકી મસમોટી વાતો કરી વાહવાહી મેળવી રહ્યું છે ત્યારે હેલીના પિતાએ આવું કંઈ ન કરતા તેની માનસિક સ્થિરતાની અને ગાણિતીક ટેકનિકને હસ્તગત કરવાની બાબતો ઉપર ધ્યાન આપે છે. મોટાભાગના બાળકોને એક જ ફરિયાદ હોય છે કે વાંચેલું કે તૈયાર કરેલું યાદ રહેતું નથી ત્યારે હેલી પ્રજાપતિ 200 વર્ષનું કેલેન્ડર 20 સેકન્ડમાં સામાન્ય ટેકનિક દ્વારા કહી બતાવે છે. એટલું તો ચોક્કસ છે કે જો ટેકનિકથી પ્રયાસ કરવામાં આવે તો મસમોટા દાખલા અને ભારેખમ ગણાતા પ્રશ્નોના જવાબ સરળતાથી યાદ રહી શકે તેમ છે.9 વર્ષે હેલીએ એક વર્ષ કેલેન્ડર મોંઢે કર્યુંહેલીના પિતા બેચરભાઈ પ્રજાપતિના જણાવ્યા અનુસાર હેલી જ્યારે 9 વરસની હતી અને ધોરણ5માં અભ્યાસ કરતી હતી ત્યારે સૌ પ્રથમ તેને એક કેલેન્ડર યાદ કરવા આપેલું જે તેણે મિનિટોમાં યાદ કરી દીધી હતું. બાદમાં ધીરેધીરે 200 વર્ષનું કેલેન્ડર યાદ કરી લીધું છે. આજે 1900ની સાલથી 2020 સાલ સુધીના કેલેન્ડરની કોઈ પણ મહિનાની તારીખ તેને પૂછો તો માત્ર 20 સેકન્ડમાં તેનો વાર કહી દે છે. આજની તારીખે હેલી પ્રજાપતિ સાબરકાંઠા જિલ્લામાં સૌથી પ્રભાવશાળી વિદ્યાર્થિની કરી શકાય ત્યારે દરેક વિદ્યાર્થીને સરળતાથી કોઈપણ દાખલા કોષ્ટક તેમજ જવાબોને કઈ રીતે યાદ રાખવા તે માટે પણ પ્રયાસ કરી રહી છે. સાબરકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આવી રીતે વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને હેલીની જેમ શીખવવા પ્રયાસ હાથ ધરવામાં આવે અને આવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવે તોસમગ્ર દેશમાં એક નવીન દિશામાં પગરવ થઈ શકે તેમ છે.
હવે મિત્રો પરિચિતોને કેલેન્ડર યાદ રાખવાનું શીખવે છેહેલી પ્રજાપતિ કેટલાય મેડલ જીતી ચુકી છે, હજુ આગળ જવાની ઈચ્છા ધરાવે છે. યોગ્ય પ્લેટફોર્મની રાહ જોઈ રહી છે. હેલીએ 2020નું કેલેન્ડર પણ બનાવી દીધું છે અને મિત્રોને શીખડાવી રહી છે. તેના મિત્રો પરિચિતોને કઈ રીતે કેલેન્ડર યાદ રાખવું તેવી ટેકનિક શીખવી રહી છે. આગામી સમયમાં હજુ પણ આવી કેટલીય ટેકનિક સામાન્ય વિદ્યાર્થીઓ પણ જાણી અને સમજી શકે તો તેમના વિકાસમાં અગત્યનો ભાગ ભજવી શકે છે

Download Our B K News Today App



Related News