મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર ધ્વારા તમાકુથી બચવા બસ પોર્ટ પર જણ જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-31 17:16:36
  • Views : 99
  • Modified Date : 2025-05-31 17:16:36

દર 31 મે પર વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણી કરવામાં  આવે છે ત્યારે તમાકુના સેવન પર જાગૃતતા લાવવા  મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા તમાકુથી બચવા બસ પોર્ટ પર જન જાગૃતિ કાર્યક્રમ સાથે નિ: શુલ્ક પુસ્તિકાઓ વિતરણ કરી કરી લોકોને જાગૃત કર્યા હતા. ૩૧ મે, વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત વિશ્વભરમાં તમાકુથી થતા નુકસાનથી બચવા સૌને જાગૃત કરવા પ્રયાસ કરવામાં આવે છે. ત્યારે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પણ માનવપાત્રને માટે વ્યસનમુક્તિ અભિયાન જેવા અનેક જન જાગૃતિના આંદોલન કરવામાં આવે છે ત્યારે આજના વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્રની ટીમે  મોડાસા બસ પોર્ટ પર મુસાફરો અને લોકોની  વચ્ચે જઈ તમાકુના વ્યસનથી થતા નુકસાનથી સૌને જાગૃત કરવા પ્રયાસ હાથ ધર્યો હતો. આ પરિજનોએ વ્યસનમુક્તિનની સચિત્ર પ્રદર્શની હાથમાં રાખી નારા બોલીને વ્યક્તિગત તમાકુના સેવનથી થતા નુકસાન વિષે સમજાવવા પ્રયાસ કર્યો હતો અને જીવનમાં તમાકુના સેવન દૂર રહી વ્યસનમુક્ત રહેવા શંખનાદ કર્યો હતો. મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસ પર તમાકુના વ્યસનથી થતા કેન્સર, જેવા અનેક રોગો પર કાબુ મેળવવા વ્યસનમુક્તિની સચિત્ર પુસ્તિકાઓ વિના મૂલ્યે આપીને વ્યસનોથી દૂર રહેવા જાગૃત કર્યા હતા  આ કાર્યક્રમમાં ગાયત્રી પરિવારના ગુજરાત યુવા પ્રકોષ્ઠના સંયોજક કિરિટભાઈ સોની, અરવલ્લી જિલ્લા સંયોજક હરેશભાઈ કંસારા, યુવા જિલ્લા સંયોજક ભાર્ગવ પ્રજાપતિ, નારી જાગરણ જીલ્લા સંયોજક અમિતાબેન પ્રજાપતિ, ગાયત્રી ચેતના કેન્દ્રના પ્રમુખ ધર્માભાઈ પટેલ, સોમાભાઈ બારોટ, અરવિંદભાઈ કંસારા, જીપીવાયજી યુવા ટીમ જોડાઈને જાગૃતિ કાર્યક્રમ કર્યો હતો.

Download Our B K News Today App



Related News